ગાંધીનગર-
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વર્ગ 3ના કર્મચારી પાસે અપ્રમાણસર મિલકત હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ગાંધીનગરમાં ફરજ બજાવતા વર્ગ-3 ના કર્મચારી પાસે 2000 કોરડથી પણ વધારે સંપત્તિ છે.આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કર્મચારી વિશે તમામ વિગતો આપી છે. ધારાસભ્યનો આરોપ છે કે વર્ગ-3 ના કર્મચારીને આઇએસ તેમજ આઈપીએસ રક્ષણ આપી રહ્યા છે. સાથે જ ધારાસભ્ય દ્વારા વર્ગ-3 ના કર્મચારી પર એક તબીબની 100 કરોડની જમીન પચાવી પાડવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.