અમદાવાદ-
ગુજરાતભરમાં ભારે કહેર મચાવી ચુકેલા તૌક્તે વાવાઝોડાના કારણે માછીમારો અને ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે. રાજ્યમાં કેટલાક ખેડૂતોને પાયમાલ થવાનો પણ વારો આવ્યો છે, ત્યારે આ માછીમારો અને ખેડૂતોને સરકાર દ્વારા નુકશાનના પેટે વળતર આપવાની જાહેરાત કરાઈ છે, ત્યારે આ મામલે માછીમારો અને ખેડૂતોને વાવાઝોડાથી થયેલા નુકસાનમાં પુરતું વળતર આપવા મામલે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનને પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી હતી, જેથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે આ ઘર્ષણમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના માથા પર વાગ્યુ હતું અને તેમના કપાળ પરથી લોહી નીકળવા લાગ્યુ હતું. જયારે બીજી બાજુ પોલીસે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓની અટકાયત પણ કરી હતી.