દિલ્હી-
શ્રીનગર જિલ્લાની સીમમાં આવેલા પંથાચોકના ધોબી મોહલ્લામાં રાત ભર ચાલેલી અથડામણ માં, સુરક્ષા દળોએ રવિવારે સવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા, જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસનો એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર પણ શહીદ થયો હતો.
મળતી માહિતી મુજબ રવિવારે સવારે રાત ભર ચાલેલી અથડામણ માં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને હથિયારો અને દારૂગોળો સહિત ત્રણે આતંકીઓના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. દરમ્યાન, એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા કાર્ગે શ્રીનગરના એએસઆઈ બાબુ રામ, શ્રીનગરની બીબી કેન્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ સાકિબ અહેમદ ખાંડે, ઉમર તારીક ભટ અને ઝુબૈર અહેમદ શેખ તરીકે થઈ છે. ત્રણેય લોકો દ્રાંગબલ પંપોરના રહેવાસી છે.
અંધકારને કારણે કામગીરી અટકી હતી અને રવિવારે સવારે ફરી શરૂ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ ત્રણે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સત્તાવાર આંકડા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં, 153 આતંકવાદીઓ માર્યા ગયા છે, જેની સરખામણી માં 2019 માં 152 આતંકવાદીઓ માર્યા ગયા હતા.