અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલ -‘આઇસીયુ ઓન વ્હીલ્સ’ન હોવાથી દર્દીઓને હાલાકી

અરવલ્લી, તા.૧૦ 

અરવલ્લી જિલ્લાની રચનાને ૬ વર્ષનો સમય વિતી ગયો પણ સિવિલનું કામ ક્યાંથી ક્યાં પહોંચ્યું તેમાં કોઈને ક્યાંય ખ્યાલ જ નથી. હાલ કોરોનાની મહામારી વચ્ચે પોઝિટિવ કેસ વધવાની સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સિવિલ બનાવવાની માંગ હવે ઉગ્ર બની છે, જનતાની ચિંતા કરવા અન્ય પક્ષ આગળ આવ્યો હોય કે ન આવ્યો હોય પણ સિવિલની માંગ સાથે કોંગ્રેસે મોરચો સંભાળી લીધો છે. પણ સિવિલ ક્યારે મળશે તે અંગે હજુ યક્ષ પ્રશ્ન છે. કોરોના દર્દીઓની સ્થિતિ ગંભીર બનતાં હિંમતનગર ખસેડવા માટે આઇસીયુ ઓન વ્હીલ જેવી એમ્બ્યુલન્સ પણ ન હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે સાથે લોકો આરોગ્ય તંત્રની નિષ્ફળ કામગીરી સામે અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેમાં આરોગ્ય વિભાગને ખ્યાલ નહિ હોય કે ઇમરજન્સી માટે આઈસીયુ ઓન વ્હીલ જેવું એક વાહન આવે છે, જે દર્દી માટે ખૂબ જ ઉપયોગી બની શકે એમ છે ની ટીખળ પણ લોકો કરી રહ્યા છે.  

અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કેસ વચ્ચે દર્દીઓને રિફર કરવા માટે યોગ્ય વ્યવસ્થા નથી, પણ આરોગ્ય વિભાગના મોટા મોટા તબીબોને જરાય ખ્યાલ ન આવ્યો કે, આઈસીયુ ઓન વ્હીલ જેવી એક વ્યવસ્થા છે, જે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ શકે. પણ ના, વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત કે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ આઈસીયુ ઓન વ્હીલની જાણકારીથી કેમ દૂર રહી તે પણ આંખે ખૂંચતો સવાલ છે.અરવલ્લી જિલ્લામાં સિવિલ કોણ જાણે ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ છે, પણ ઉચ્ચ આઈસીયુ ઓન વ્હીલ ની વ્યવસ્થા કરાવી દે તો પણ જિલ્લાની જનતા માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ શકે એમ છે, આઈસીયુ ઓન વ્હીલ એક એવી વ્યવસ્થા છે કે, ઈમર્જન્સીમાં દર્દીઓન બીજી જગ્યાએ રીફર કરવામાં કોઈ જ અગવડ ન પડે અને વેન્ટિલેટર તેમજ ઓક્સિજન સહિતની સુવિધા આઈસીયુ ઓન વ્હીલમાં મળી શકે છે. 

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution