શહેરા નગરપાલિકા દ્વારા વહેલી તકે પ્રિમોન્સૂન હાથ ધરાય તેવી માગ કરતા નગરજનો


શહેરા,તા.૧૨

શહેરા નગરપાલિકા દ્વારા વહેલી તકે પ્રિમોન્સૂન ની કામગીરી શરૂ કરવાની માંગ જાગૃત નગરજનો માંથી ઉઠી રહી હતી. જ્યારે પાલિકા દ્વારા શાન્તા કુંજ સોસાયટીમાં આ વખતે વરસાદી પાણી ભરાઈ નહીં એ માટેનું આયોજન કરે તે પણ જરૂરી છે.

શહેરા નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સુન ની કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે એવી માંગ જાગૃત નગરજનો માંથી ઉઠી રહી છે. આ વખતે પાલિકા દ્વારા જે સોસાયટીઓમાં કે અન્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોય એ વિસ્તારમા સુંદર આયોજન કરવામાં આવે જેથી ચોમાસાની ઋતુમાં વરસાદ વરસેતો આ વિસ્તારના રહીશોને રાત્રી દરમિયાન ઉજાગરા કરવા પડે નહિ, જાેકે અણીયાદ ચોકડી વિસ્તારમાં પસાર થતા હાઇવે ઉપર કલ્યાણ કંપની દ્વારા બનાવવામાં આવેલા નવીન રસ્તાથી ગટરના કટ આઉટ ઘણી બધી જગ્યાએ પુરાઈ ગયેલ હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો અટકી શકે તેમ છે.જાેકે દર ચોમાસામાં પાલિકા દ્વારા પ્રિ મોન્સુન ની કામગીરી કરવા છતાં અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી શાન્તા કુંજ સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય તેમ છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સંબંધિત તંત્ર સદતર નિષ્ફળ નીવડ્યુ રહયુ છે. આ વખતે પણ આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાની શક્યતાઓ રહેલી હોય ત્યારે સ્થાનિક અને સબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ ઉપરોકત બાબતને ધ્યાનમાં લઈને આ સમસ્યાનો અંત ચોમાસા પૂર્વે લાવવામાં આવે એવી આશા શાન્તા કુંજ સોસાયટીના રહીશો રાખી રહ્યા હતા. આગામી દિવસોમાં કમમોસમી વરસાદ થવાની આગાહી હવામાન ખાતું પણ કરતું હોય ત્યારે પાલિકા દ્વારા પોતાની નૈતિક ફરજ અહીં નિષ્ઠાપૂર્વક બજાવીને શાન્તા કુંજ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો અંત લાવે એવી માંગ અહીંના રહીશો કરી રહ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution