મુંબઇ-
ભારતની આઇટી કંપની વિપ્રોના બે કર્મચારીઓની ભૂલના લીધે અમેરિકાની સિટી બેન્કને મોટી નુકસાની ઝીલવી પડી છે. આ મામલો કોસ્મેટિક કંપની રેવલૉનની એક ટર્મ લોન સાથે જાેડાયેલો છે. રેવલૉન સાથે જાેડાયેલ લોન મામલામાં સિટી બેન્ક એડમિનિસ્ટ્રેટિવ એજન્ટ હતા. બેન્કને રેવલૉનને ઉધાર આપનારને ૭૮ લાખ ડોલરના વ્યાજના પૈસા આપવાના હતા. પરંતુ બેન્કે ભૂલથી અંદાજે ૯૦ કરોડ ડોલર (અંદાજે ૬૬ અબજ રૂપિયા) મોકલી દીધા. તેમાં મૂળધન પણ સામેલ હતું. આ બેન્કિંગ ઇતિહાસની સૌથી મોટી ભૂલોમાંથી એક હતી.
સિટી બેન્કે રેવલૉનના લોન એડમિનિસ્ટ્રેટિવ એજન્ટ તરીકે કામ કરતી ૧૦ નાણાંકીય કંપનીઓને ૯૦ કરોડ ડોલર મોકલ્યા હતા. આ કંપનીઓના કંસોર્શિયમે રેવલૉનને ટર્મ લોન આપી હતી. અસલમાં સિટી બેન્કને તેમણે ૭૮ લાખ ડોલરના વ્યાજના પૈસા આપવાના હતા. પરંતુ બેન્કે ભૂલમાંથી ૯૦ કરોડ ડોલર મૂળધન જ આ કંપનીઓને મોકલી દીધું. લેન્ડર્સે પૈસા આપવાની ના પાડી દીધી. આ મામલો કોર્ટમાં પહોંચ્યો. કોર્ટે કહ્યું કે જે લેન્ડર્સને સિટીબેન્કમાંથી પૈસા મળ્યા છે તે રાખવાના હકદાર છે. સિટીબેન્ક કોર્ટના આ ર્નિણયને પડકારવાની યોજના બનાવી રહ્યું છે.
આ ટ્રાન્ઝેકશન સિટી બેન્કના સિક્સ-આઇ પ્રોસિઝરમાંથી પસાર થયા હતા. તેના અંતર્ગત કોઇપણ લેવડ-દેવડ કરતાં પહેલાં ત્રણ લોકો તેને રિવ્યુ અને અપ્રૂવ કરે છે. આ કેસમાં પહેલી બે પ્રોસેસ વિપ્રોના કર્મચારીઓના હવાલા હતા. આ એ કામનો હિસ્સો હતો જે વિપ્રોને આઉટસોર્સ કર્યો હતો. પહેલાં કર્મચારીએ પેમેન્ટની માહિતી મેન્યુઅલી બેન્કને ફ્લેક્સક્યૂબ લોન પ્રોસેસિંગ પ્રોગ્રામમાં મૂકી હતી. બીજા કર્મચારીએ તેની માહિતીને ચેક કરી હતી. ફાઇનલ અપ્રૂવલ સિટીબેન્કની ટીમે કરી હતી અને આ ટીમને ટ્રાન્ઝેકશન માટે જવાબદાર મનાય છે.