અનુરાગ કશ્યપ માટે સિનેમા જ એકમાત્ર ધર્મ

સિનેમા જ એકમાત્ર ધર્મ છે, તેવું માનનાર બોલીવુડના એકમાત્ર પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને અભિનેતા એટલે અનુરાગ કશ્યપ. અનુરાગની ક્રાઈમ થ્રિલર સિરીઝ ‘બેડ કોપ’ હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અનુરાગની મોટાભાગની ફિલ્મો ડ્રગ્સ, બાળશોષણ, ડિપ્રેશન જેવા સામાજિક મુદ્દાઓ પર જ આધારિત હોય છે.

કહેવાય છે કે, અનુરાગ પોતે પણ આ પ્રકારની સામાજિક સમસ્યાઓમાંથી પસાર થઈ ચૂક્યા છે. જેથી સમાજને જાગૃત કરવાના હેતુથી તેઓ પોતાની ફિલ્મોને પણ તે જ મુદ્દા પર આધારિત બનાવી રહ્યાં છે.

અનુરાગ કશ્યપનો જન્મ ૧૦ સપ્ટેમ્બર,૧૯૭૨માં ઉત્તર પ્રદેશના ગોરખપુરના એક રાજપુત પરિવારમાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ દહેરાદુન અને ગ્વાલિયરમાં પૂર્ણ કર્યો હતો. વૈજ્ઞાનિક બનવાની તેમની ઈચ્છાથી કશ્યપે દિલ્હી યુનિવર્સિટી ખાતે ઝૂઓલોજીમાં અભ્યાસ કર્યો. ૧૯૯૩માં સ્નાતક થયા પછી તેઓ શેરી નાટકો કરતા જનનાટ્ય મંચમાં જાેડાયાં અને ઘણા શેરી નાટકોમાં અભિનય કર્યો. ૧૯ વર્ષના ઝૂઓલોજીના વિદ્યાર્થી તરીકે ફિલ્મ નિર્માતા બનવાની કોઈ જ ઈચ્છા નહોતી. પરંતુ ૧૯૯૩માં જ દિલ્હીના એક ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯૪૮ની સાયકલ થીવ્સ નામની ફિલ્મે અનુરાગના જીવનમાં નવો વળાંક આપ્યો હતો.

બધું જ છોડી અનુરાગ ફિલ્મમેકર બનવા માટે ખિસ્સામાં માત્ર રૂ.૫૦૦૦ લઇ ૧૯૮૩માં અનુરાગ મુંબઈ આવ્યા હતા. કામ તો મળ્યું જ નહીં અને ખિસ્સું પણ ખાલી થઈ ગયું. કેટલાય મહિનાઓ તેમણે શેરીઓમાં, બીચ પર, પાણી ટાંકી નીચે રહીને જીવન ગાળ્યું. ત્યાર બાદ ઘણી મહેનતે અનુરાગને પૃથ્વી થિયેટરમાં કામ મળ્યું. પરંતુ નસીબ બે ડગલા પાછળ હોય તેમ નાટકના ડાયરેક્ટરનું અચાનક અવસાન થતાં અનુરાગનું પ્રથમ નાટક અધૂરું રહ્યું.૧૯૯૫થી રાઇટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. તે દરમિયાન રામગોપાલ વર્મા સાથે મુલાકાત થઇ, જે મુલાકાતનો શ્રેય મનોજ બાજપાઈને જાય છે. જે બાદ અનુરાગને ૧૯૯૮માં ‘સત્યા’ની સ્ક્રીપ્ટ લખવાની તક મળી.

અનુરાગના ડાયરેકટર તરીકેના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પાંચ‘થી થઇ હતી. જાેકે, તે ફિલ્મ રિલીઝ થઇ શકી નહતી. ત્યારબાદ એક પછી એક ફિલ્મો બનાવતા ગયાં. જેમા ં૨૦૧૨માં રિલીઝ થયેલ અનુરાગની ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’ આજે પણ એટલી જ ચર્ચામાં છે.

અનુરાગનું બાળપણ પણ ઘણી મુશ્કેલીઓ વચ્ચે પસાર થયું હતું. ૨૨ વર્ષના વ્યક્તિ દ્વારા સતત ૧૧ વર્ષ સુધી અનુરાગનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. જાેકે, પોતાનું યૌન શોષણ કરનાર વ્યક્તિને પણ માફ કરવાની ખુમારી અનુરાગે બતાવી હતી. પરંતુ તે વાત અનુરાગ ક્યારેય ભૂલી શક્યા નથી. જેનો ગુસ્સો અને ડિપ્રેશન લઈને જ અનુરાગ મુંબઈ આવ્યાં અને ત્યાં પણ તેમને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. બે લગ્ન જીવનમાં અસફળ ૪૮ વર્ષિય અનુરાગ છેલ્લા બે વર્ષથી પોતાનાથી ૨૦ વર્ષ નાની શુભ્રા શેટ્ટીને ડેટ કરી રહ્યા છે. જે અનુરાગની ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં જ કામ કરે છે.

આટઆટલા સંઘર્ષો પછી અનુરાગે ભારતીય સિનેમામાં આપેલું યોગદાન ઘણું બહોળું છે. અનુરાગ પાસે વાર્તા કહેવાની ખૂબ જ સુંદર કળા છે. એટલું જ નહીં, અનુરાગે સાબિત પણ કર્યું છે કે, બહુ વધારે રૂપિયા વિના પણ એક શ્રેષ્ઠ વાર્તા કહી શકો છો. કેનેડિયન ફિલ્મ ક્રિટીક અને ફેસ્ટિવલ પ્રોગ્રામર કેમેરોન બેઇલીએ તો અનુરાગ કશ્યપને સૌથી વધુ જાણકાર ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાવ્યા છે.

પ્રખ્યાત અને સફળ વ્યક્તિ બોલીવુડમાં વાદવિવાદથી ઘેરાયેલો ન હોય એવું ભાગ્યે જ બને. અનુરાગ કશ્યપનું પણ કંઈક એવું જ હતું. ૨૦૨૧માં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અનુરાગની ફેન્ટમ ફિલ્મ કંપનીમાં કરચોરીના સંદર્ભમાં મુંબઈ, પુણે સહિત ૨૮ સ્થળે દરોડા પાડ્યા હતાં. જેમાં રૂ.૩૦૦ કરોડની કરચોરી ઝડપાઇ હતી.

આટલું જ નહીં,પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત! ભારતમાં ઈંસ્ી્‌ર્ર્ મુવમેન્ટ દરમિયાન અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અનુરાગના કિસ્સાઓનું લિસ્ટ ઓછું નથી. એક ખોટી વ્યક્તિને થપ્પડ મારવાના કેસમાં જેલમાં એક રાત પણ વિતાવવી પડી હતી. જાેકે, અનુરાગને જેલ બહાર કઢાવનાર વ્યક્તિ પણ તે જ હતી. જેની પાછળનું કારણ હતું કે, કેસ કરનાર વ્યક્તિ અનુરાગના સત્ય બોલવાની વાતથી પ્રભાવિત થયો હતો. અનુરાગનું કહેવું છે કે, એ વ્યક્તિ સાથે બનેલી ઘટના અને વ્યક્તિ બંનેના કારણે મારા જીવનમાં અનેક બદલાવ આવ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution