દિલ્હી-
કોરોનાવાયરસની વચ્ચે 1 ઓક્ટોબરથી પશ્ચિમ બંગાળના સિનેમા હોલમાં થિયેટરો ખોલવામાં આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ માહિતી આપી છે. મુખ્યમંત્રીએ ટિ્વટ કર્યું હતું કે, “સામાન્ય સ્થિતિમાં પાછા ફર્યા બાદ, જાત્રાઓ, પ્લે, ઓએટી, સિનેમા, મ્યુઝિકલ અને ડાન્સ કાર્યક્રમો અને મેજિક શોને 50 કે તેથી ઓછા લોકો સાથે 1 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ સમય દરમિયાન, લોકોને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડશે, માસ્ક લગાવવું પડશે અને અન્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
બંગાળી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, ટીએમસી સાંસદ દેવ, નુસરત જહાં, મીમી ચક્રવર્તી અને અન્ય જૂથો દ્વારા થિયેટરો ખોલવાની વિનંતી બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે સિનેમાઘરો અને અન્ય મનોરંજનના ક્ષેત્ર બંધ થવાથી ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. થિયેટરો ખોલવાના નિર્ણય પછી, ઘણા નેતાઓ અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ મમતા સરકારનો આભાર માન્યો.