દુબઈ
-
આઈપીએલ 2020માં દુબઈ પહોંચી રહેલા ખેલાડીઓને એક તરફ એક સપ્તાહના કવોરન્ટાઈનમાં જવું પડે છે પણ હાલમાં જ દુબઈ પહોંચેલા કીંગ ઈલેવન પંજાબના ખેલાડી ક્રિસ ગેઈલ ફકત બે દિવસ જ કવોરેન્ટાઈનમાં રહ્યો હતો અને બાદમાં તે એડ શુટીંગમાં જોડાઈ ગયો હતો.
તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'સ્ટોરી' મુકી હતી તેમાં તે એડ. શુટીંગ કરતો નજરે ચડતો હતો. જો કે બાદમાં તેણે પક્ષનું એકાઉન્ટ પ્રાઈવેટ ટેગથી તેને એસેસ થતા રોકયું હતું.
જો કે પંજાબ ટીમના પ્રવકતા આ અંગે ઈન્કાર કરે છે. ક્રિસ ગેઈલ હાલમાં જ કવોરન્ટાઈન પીરીયડમાંથી બહાર આવ્યો છે. તેણે જમૈકામાં વિશ્વના સૌથી ઝડપી દૌડવીર ઉસેન બોલ્ટની જન્મદીન પાર્ટીમાં ભાગ લીધો હતો અને બાદમાં બોલ્ટ કોરોના પોઝીટીવ જાહેર થતા ગેઈલને પણ કવોરન્ટાઈન થવું પડયું હતું.