ચીનના ‘સુંદર ગવર્નર’ આખરે જેલના સળિયા પાછળઃ કરોડોની લાંચ લીધી હોવાનો આરોપ

બીજીંગ: ચીનમાં ‘બ્યુટીફુલ ગવર્નર’ તરીકે જાણીતી એક મહિલા ઓફિસરને ૧૩ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ મહિલા અધિકારીને તેના સ્ટાફના ૫૮ જુનિયરો સાથે શારીરિક સંબંધ બાંધવા, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવા અને મોટી લાંચ લેવાના આરોપમાં દોષી ઠેરવવામાં આવી છે. મહિલા અધિકારી પર ૧ કરોડથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ચીનની ન્યૂઝ એજન્સી સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર દોષિત ઠરેલી મહિલા અધિકારીનું નામ ઝોંગ યાંગ છે અને તેની ઉંમર ૫૨ વર્ષ છે. મહિલાએ ક્વિઆનન, ગુઇઝોઉમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇના સાથે ગવર્નર અને ડેપ્યુટી સેક્રેટરી તરીકે સેવા આપી છે. ઝોંગ યાંગ ૨૨ વર્ષની ઉંમરથી પાર્ટી સાથે જાેડાયેલા હતા. ઝોંગની એપ્રિલ ૨૦૨૩માં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ પાર્ટીએ તેમને તેમના પદ પરથી હટાવી દીધા હતા અને તેમની હકાલપટ્ટી કરી હતી.

ઝોંગ પર ૫૮ સાથી પુરૂષ જુનિયર સાથે શારીરિક સંબંધો હોવાનો પણ આરોપ હતો. તપાસમાં બહાર આવ્યું છે કે તેમાંથી કેટલાકે લાભ માટે ઝોંગ સાથે સંબંધ બાંધ્યા હતા, જ્યારે અન્ય લોકોએ તેના ડરથી આમ કર્યું હતું. એક સમાચાર અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઝોંગ ઓવરટાઇમ કામ કરવા અને બિઝનેસ ટુર પર જવાના બહાને આ લોકો સાથે સમય પસાર કરતો હતો.જાન્યુઆરી ૨૦૨૪ માં, ગુઇઝોઉ રેડિયો અને ટેલિવિઝન આ કેસ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવી. આ ડોક્યુમેન્ટ્રીમાં ઝોંગ યાંગ સાથે જાેડાયેલા ઘણા વિવાદો સામે આવ્યા હતા. અહેવાલો બહાર આવ્યા છે કે ઝોંગે તેના પદનો દુરુપયોગ કર્યો હતો અને લાંચ લીધી હતી. સરકારી રોકાણના બહાના હેઠળ, તેમણે માત્ર અમુક પસંદગીની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા અને નજીકના ઉદ્યોગપતિ માટે હાઇ-ટેક ઔદ્યોગિક વસાહતના વિકાસને પણ મંજૂરી આપી. ડોક્યુમેન્ટરીમાં અન્ય એક બિઝનેસ માલિકે દાવો કર્યો હતો કે ઝોંગ એવી કંપનીઓ પર ધ્યાન આપતી નથી કે જેની સાથે તેણીનો અંગત સંબંધ નથી. રિપોર્ટ અનુસાર, ઝોંગે ૬૦ મિલિયન યુઆન (લગભગ ૭૦ કરોડ રૂપિયા) લાંચ તરીકે લીધા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution