લોભામણાં દાવાઓ કરીને દક્ષિણ એશિયાના દેશોમાં પગપેસારો કરતું ચીન આખરે તે દેશોની કમર ભાંગી નાંખશે

આખરે તો છેલ્લા એક દાયકામાં દક્ષિણ એશિયામાં ચીનનો પગપેસારો નોંધપાત્ર રીતે વધ્યો છે. તેણે આ પ્રદેશમાં ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સને ભંડોળ પૂરું પાડ્યું છે અને તેનો અમલ કર્યો છે, જેમાંથી ઘણા બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ હેઠળ છે. આર્થિક કટોકટી તરફ દોરી જતા દેવાનું તેમાં જાેખમ હોય છે અને એ કારણે ચાઇનીઝ પ્રોજેક્ટ્‌સ પર જાહેર જાગૃતિ વધારવા વિશે ઘણું લખવામાં આવ્યું છે. જાે કે, દક્ષિણ એશિયાના દેશોના સામાન્ય જનસમાજ સાથે ચીનની નિકટતા વધારવાની કોશીશો પર મોટાભાગે કોઈનું ધ્યાન ગયું નથી. દક્ષિણ એશિયાના યુવાનો મોટી સંખ્યામાં મેન્ડરિન શીખી રહ્યા છે અને તેમના ઉચ્ચ અભ્યાસ માટે ચીન જઈ રહ્યા છે. ચીન દક્ષિણ એશિયાના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોને સેંકડો શિષ્યવૃત્તિઓ અને ફેલોશિપ ઓફર કરે છે. ધાર્મિક મોરચે પણ, બેઇજિંગે બૌદ્ધ મુત્સદ્દીગીરીને પ્રોત્સાહન આપ્યું છે અને શ્રીલંકાના બૌદ્ધ સાધુઓની મુસાફરીને પ્રોત્સાહન આપ્યું છે, ઉદાહરણ તરીકે, ચીનમાં બૌદ્ધ સ્થળો અને પાકિસ્તાનમાં પણ પ્રાચીન સ્થળો પર ધાર્મિક યાત્રાઓને તે પ્રોત્સાહિત કરે છે.

જ્યાં ચીને નવોસવો પ્રવેશ કર્યો છે અને જ્યાં પ્રમાણમાં સરકાર મજબૂત અને સ્થિર છે, ત્યાં લોકોની ધારણા હજુ પણ કદાચ ચીન માટે કંઈક અંશે હકારાત્મક છે.ઉદાહરણ તરીકે, બાંગ્લાદેશે ઘણી વખત ચીની કંપનીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે, તેમ છતાં તેણે સહયોગનો વિસ્તાર કર્યો છે.

પાકિસ્તાનમાં,જ્યાં ચીનનું સૌથી વધુ પ્રભુત્વ છે, ત્યાં જાહેર અને ઉચ્ચ વર્ગના લોકો ચીન પ્રત્યે વધુને વધુ સાવચેત થયા છે. તેઓ સમજી ગયા છે કે ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એ માત્ર મોટી મોટી વાતો અને પાકિસ્તાનના ભોગે ચીનને લાભ સિવાય બીજું કંઈ નથી. શ્રીલંકાના કિસ્સામાં, બેઇજિંગનું સમર્થનથી ઘણી શ્રીલંકાની સરકારોને અવિચારી અને બિનજવાબદાર નીતિનિર્માણમાં જાેડાવાની ભુલ કરી છે જેના પરિણામે આજે આપણે શ્રીલંકાને આર્થિક સંકટમાં જાેઈ રહ્યા છીએ. આ પ્રોત્સાહનને જ વિદેશમાં રાજકારણ અને વિકાસનું ચીનનું મોડેલ કહેવું જાેઈએ. ચીનની સરકારે નેપાળમાં સામ્યવાદી પક્ષો સાથે સંબંધો બાંધ્યા છે. આ સંબંધોનું સ્વરૂપ શું છે અને તેનાથી નેપાળમાં ચીનના હિતોને વધુ મદદ મળી છે. વાસ્તવિકતા એ છે કે ચીનના પ્રભાવે નેપાળના રાજકારણમાં અસ્થિરતાને પ્રોત્સાહન આપ્યું છે.

 ચીન શ્રીલંકામાં તેમના સોફ્ટ પાવર વધારવા માટે બૌદ્ધ ધર્મનો પણ સાધન તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

શ્રીલંકાના બૌદ્ધ સાધુઓની ચીનની મુલાકાતોની સંખ્યામાં વધારો થયો છે અને શ્રીલંકામાં સ્થિત બૌદ્ધ સંગઠનોને ચીન પ્રોત્સાહન આપી રહ્યું છે. તેની પાછળનો હેતુ ભારતીય પ્રભાવને નબળો પાડવા અને તિબેટીયન બૌદ્ધ નેતા દલાઈ લામાને અન્ય દેશોમાં પ્લેટફોર્મ ન મળે તેની ખાતરી કરવાનો છે.

માલદીવમાં પણ ચીન અમુક રાજકીય વર્ગોમાં કેટલાક અંશે પ્રભાવ ધરાવે છે, તેમાં કોઈ શંકા નથી, જેમ જેમ દક્ષિણ એશિયાના દેશો ચીન અને ચીન સાથે વધુ પરિચિત થતા જશે તેમ તેમ ચીન વિરોધી ભાવના પણ વધશે. પાકિસ્તાનમાં પણ ચીનને લઈને ચિંતા વધી છે. પાકિસ્તાની ઉદ્યોગ સાહસિકોએ ચીની કંપનીઓ માટે પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. ચીન સાથેના કરાર હેઠળ પાકિસ્તાનને ખરેખર નુકસાન પણ થયું છે. વિશ્વના વિવિધ ભાગોમાં સ્થાનિક કામદારો સાથે દુર્વ્યવહાર સહિતની ચીનની ખરાબ વર્તણૂક ખૂબ જાણિતી છે. દક્ષિણ એશિયા અપવાદ નથી, પાકિસ્તાનમાં વારંવાર ફરિયાદો આવે છે, અને બાંગ્લાદેશમાં ચીની કામદારોની હત્યા પણ થાય છે. વાસ્તવમાં, ચીનની આક્રમક વિદેશ નીતિ અને આર્થિક બળજબરીનો ઉપયોગ કરવાની તેની વૃત્તિના કારણે વિશ્વભરમાં ચીન વિરોધી ભાવનાઓને વેગ આપ્યો છે. આખરે દક્ષિણ એશિયામાં પણ આવું થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution