દિલ્હી-
ચીનના ગુઆંગશી જુઆંગ સ્વાયત વિસ્તામ્ર આજ રોજ એક એક નર્સરીમાં થયેલ ચપ્પુથી હુમલામાં 16 બાળકો સહીત 2 શિક્ષકને ગંભીર રીતે ઇજા પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચીનમાં ચાકુથી હુમલો કરી નર્સરી સહીત માધ્યમિક શાળાના બાળકોને તેમજ નાગરિકોને પણ નિશાન બનાવીને આ પ્રકારના હુમલાઓ અવારનવાર થતા હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસે ઘણીવાર તેને અસંતુષ્ટ અથવા માનસિક રૂપથી અસંતુલિત લોકોનું આ કામ હોવાનું જણાવે છે.