નવી દિલ્હી, તા. ૫
ચીન સાથેની ભારતીય સરહદો નજીક રહેલા પોતાના સૈનિકોને સાબદા કરવાના આદેશ ચીની પ્રમુખ જિન પિંગ દ્વારા આપવામાં આવતાં નિયંત્રણ રેખા પર ફરીથી તંગદીલી વધી ગઈ છે.
અત્યંત ગોપનીય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ચીનના પ્રમુખ જિન પિંગે એક સંદેશો મોકલીને પોતાના સૈન્ય યાને પીપલ્સ લીબરેશન આર્મી-પીએલએ-ને એવી રીતે યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપી દીધો છે, જેથી તે સંપૂર્ણકાલીન યુદ્ધ કરી શકે. એટલું જ નહીં પણ આ યુદ્ધ ગમે તે ક્ષણે શરુ થઈ શકે એવી તાકીદ પણ સાથે જ કરવામાં આવી છે. ભારત સાથે તાજેતરમાં ચીનની સરહદે જે પ્રકારે તંગદીલી પ્રવર્તે છે અને છાશવારે ચીન જે પ્રકારના દુઃસાહસ સરહદે કરી રહ્યું છે, એ જાેતાં ચીની પ્રમુખના આ આદેશને ખૂબ જ ગંભીરતાથી જાેવાઈ રહ્યો છે. પાકિસ્તાન ઉપરાંત અનેક ભારતીય રાજ્યોની ચીન સાથેની સીમાઓ ખાતે ચીની સૈન્ય જે પ્રકારે આક્રમક રુખ અખત્યાર કરી રહ્યું છે, એ જાેતાં આ આદેશને ભારત ખૂબ જ ગંભીરતાથી લે એ દેખિતું છે.