ચીને ભારતનો ૪,૦૦૦ ચોરસ કિમી પ્રદેશ હડપ કરી લીધો છેઃ રાહુલ ગાંધી


નવી દિલ્હી:અમેરિકાની યાત્રા પર ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર ચાલુ રાખતાં વોશિંગ્ટનમાં દાવો કર્યાે હતો કે સરકાર ચીન સંઘર્ષના મુદ્દાનો સામનો કરવામાં નિષ્ફળ ગઈ છે અને પડોશી દેશના લશ્કરી દળોએ ભારતનો ૪,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર હડપ કરી લીધો છે, જે આપત્તિજનક છે. રાહુલ ગાંધી યુએસ કેપિટોલ (સંસદભવન)માં સાંસદોના એક ગ્રૂપને મળ્યાં હતા અને વિવિધ મુદ્દાની ચર્ચાવિચારણા કરી હતી. આની સાથે સાથે વિપક્ષના નેતાએ સંકેત આપ્યો કે કોંગ્રેસ અમેરિકા ખાતેના સંબંધો, આતંકવાદનો અંત ન આવે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં, બાંગ્લાદેશમાં કટ્ટરવાદી તત્વો અંગેની ચિંતા જેવા વિદેશ નીતિના મુખ્ય મુદ્દાઓ સાથે ભાજપ સરકાર સાથે સંમત છે. પ્રતિષ્ઠિત નેશનલ પ્રેસ ક્લબ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ ભારતના આંતરિક મામલામાં અમેરિકાની કોઈ ભૂમિકા ઈચ્છતા નથી. ચીન અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમારા ૪,૦૦૦ ચોકિમી પ્રદેશમાં ચીનના સૈનિકોનો કબજાે છે. ચીનના લશ્કરી દળોએ લદ્દાખમાં દિલ્હીના કદનો વિસ્તાર હડપ કરી લીધો છે. મને લાગે છે કે તે આપત્તિજનક છે. મીડિયાને તેના વિશે લખવાનું પસંદ નથી. જાે કોઈ પાડોશી તમારા પ્રદેશના ૪,૦૦૦ ચોરસ કિલોમીટર પર કબજાે કરે તો અમેરિકા કેવી પ્રતિક્રિયા આપશે?શું કોઈ પણ પ્રમુખ એમ કહીને છટકી શકશે કે તેમણે તે મુદ્દાનો સારી રીતે સામનો કર્યાે છે? તેથી મને નથી લાગતું કે મોદીએ ચીનને સારી રીતે હેન્ડલ કર્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution