બિજીંગ-
અમેરીકાની એજન્સી પ્લેનેટ લેબ્સ દ્વારા સોમવારે પ્રસિદ્ધ કરાયેલા નકશા અને તસવીરો પર આધારીત અહેવાલો પર વાંધો ઉઠાવીને નફ્ફટ ચીને ફરીથી એ જ રટણ ચાલુ રાખ્યું છે કે, તે ભારતના આ -પોતે જેને ગેરકાનૂની ગણે છે એવા- પ્રદેશને ભારતના રાજ્ય તરીકે માન્યતા આપતું નથી અને તેથી આ મામલો તેના પોતાના સાર્વભૌમત્વનો છે.
ચીનના વિદેશખાતાએ આ પ્રકારના બાંધકામને તેના પોતાના દેશના ભાગમાંના કાયદેસરના બાંધકામ તરીકે ગણાવ્યું હતું. આ પ્રકારના હેવાલો પ્રાપ્ત થયા બાદ ભારતે પ્રતિભાવ આપ્યો હતો કે, ચીનની આવી ગતિવિધિથી વાકેફ ભારતે પણ પોતાની તરફે રસ્તાઓ અને બ્રિજનું બાંધકામ શરૂ કરી દીધું છે. ભારતે આ માટેના સોમવારના નિવેદનમાં કહ્યું હતું કે, ભારત પોતાની સુરક્ષા માટે તમામ પ્રકારે સજ્જ છે અને ચીનની ગતિવિધિઓ પર નજર રાખે છે, એટલું જ નહીં પણ ભારત પોતાના પ્રદેશનું રક્ષણ કરીને તેની સાર્વભૌમિકતા પર કોઈ આંચ આવવા દેશે નહીં.