છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે


બોડેલી,તા.૨૨

 રાજ્ય સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પોલીયો ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત આજે તા.૨૩/૦૬/૨૦૨૪ ને રવિવારથી છોટાઉદેપુર જિલ્લામાં પોલીયો ઝુંબેશ શરૂ થનાર છે. આ પોલીયો ઝુંબેશ અન્વયે તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન જિલ્લાના કુલ ૧,૫૪,૭૮૨ બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવશે. જેમાં આજે પ્રથમ દિવસે ૬૧૯ બુથ પર પોલીયોના ટીપા પીવડાવવામાં આવશે તેમજ બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલ બાળકોને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, સી.એચ.ઓ., આશા બહેન તેમજ આશા ફેસિલેટર અને આઈ.સી.ડી.એસ. ના આંગણવાડી બહેનોની કુલ ૧,૨૩૮ ટીમ દ્વારા ઘરે ઘરે તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હાટ બજાર, જાહેર સ્થળો, સ્લમ કવાટર્સ, ઈંટના ભઠ્ઠા, રિમોટ એરિયા, આ તમામ જગ્યાએ બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવવામાં આવનાર છે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના તમામ બાળકોને આવરી લેવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution