પિતાની જ નહીં, માતાની અટકનો પણ ઉપયોગ કરી શકે છે બાળકોઃ દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી-

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એક પિતાને તેની પુત્રી માટે શરતો નક્કી કરવાનો કોઈ અધિકાર નથી. દરેક બાળકને તેની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. કોર્ટે આ ટિપ્પણી તે સમયે કરી જયારે એક સગીર છોકરીના પિતાએ અરજી કરી હતી જેમાં અધિકારીઓને તે આદેશ કરવા માંગ કરી હતી કે, દસ્તાવેજાેમાં તેમની પુત્રીની અટક તરીકે તેનું નામ દર્શાવવામાં આવે, ના કે તેની માતાનું નામ.

જાે કે, જસ્ટિસ રેખા પલ્લીએ આ વાતને નકારી દીધી અને કહ્યું, 'એક પિતાની પાસે પુત્રીને આ ફરમાન કરવાનો અધિકાર નથી કે તેણે માત્ર તેની અટકનો ઉપયોગ કરવો જાેઈએ. જાે સગીર છોકરી તેની વર્તમાન અટકથી ખુશ હોય તો સમસ્યા શું છે? કોર્ટે કહ્યું કે દરેક બાળકને તેની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે જાે તે ઈચ્છે તો. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે તેની પુત્રી સગીર છે અને આવા મુદ્દાઓ પોતે નક્કી કરી શકતી નથી. અરજદારના વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે બાળકની અટક તેની બીજી પત્નીએ બદલી છે. તેમણે દાવો કર્યો હતો કે નામ બદલવાથી વીમા ફર્મ પાસેથી વીમા સેવાઓ મેળવવી મુશ્કેલ બનશે, કારણ કે પોલિસી છોકરીના નામ પર તેના પિતાની અટક સાથે લેવામાં આવી હતી. કોર્ટે પિટિશન ફગાવી દેતા કહ્યું કે તે વ્યકિતને તેની પુત્રીની શાળાના જઈ પિતા તરીકે પોતાનું નામ બતાવવાની સ્વતંત્રતા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution