વડોદરા : તબીબ સાથે ભાગીદારીમાં જિમ શરૂ કર્યા પછી પાર્ટનરોમાં પડેલી તકરાર બાદ તબીબે પાર્ટનર સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સાયબર ચાઈલ્ડ ઈન્ડિયાએ પણ તબીબ ચાઈલ્ડ પોનોગ્રાફી નિહાળતો હોવાથી એની સામે ફરિયાદ કરવા ટ્વીટ કરી પુરાવા રજૂ કર્યા હોવા છતાં સાયબર ક્રાઈમ હજુ સુધી આ મામલાને પૂરેપૂરો સમજી શકી નહીં હોવાથી પોક્સો લાગે એવા ગુનામાં વિલંબ કરી રહી હોય એવી છાપ ઊભી થઈ છે. સાયબર લિક્સ ઈન્ડિયા દ્વારા શહેરના તબીબ ડો. દેવાંગ શાહ દ્વારા એમના જી-મેઈલ એકાઉન્ટનો ઉપયોગ કરી વિશ્વભરમાં પ્રતિબંધિત એવી ચાઈલ્ડ પોનોગ્રાફીની વિવિધ વેબસાઈટ ઉપર જઈ જાેવાતી હોવાનું ડાર્ક વેબ ઉપરથી સાબિત થયું છે અને આ અંગે રાષ્ટ્રપતિથી માંડી વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યના પોલીસવડા અને શહેર પોલીસ કમિશનરને આ તબીબ સામે કડક પગલાં લેવાની માગ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આ અંગે કાર્યવાહી શરૂ કરી હતી અને સાયબર લિક્સ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેની સામે સાયબર લિક્સે તબીબ ઉપર પોક્સોનો ગુનો લાગે એ માટેના પૂરતા પુરાવા પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ જ હોવાના ટ્વીટ કર્યા હતા. સાયબર લિક્સે વડોદરા પોલીસ સાયબર ક્રાઈમના એક પીએસઆઈ દ્વારા પોલીસની સત્તાવાર વેબસાઈટના બદલે ભળતા જ નામનું ટ્વીટર એકાઉન્ટ ખોલી માહિતી મંગાવાતી હોવાનું ટ્વીટ કરી હતી અને આ મામલાની ગંભીરતા જાેતાં આની તપાસ પીઆઈ લેવલના અધિકારી જ કરી શકે એમ હોવા છતાં પીએસઆઈ દ્વારા કરાતી તપાસ સામે સવાલો ઊભા કર્યા હતા. સાયબર લિક્સ દ્વારા સવાલ ઊભા કરાતાં જ રહસ્યમય સંજાેગોમાં વડોદરા પોલીસ જેવું જ નામ ધરાવતું ભળતું એકાઉન્ટ ડિલીટ થઈ ગયું હતું.
બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૂગલ અને ટ્વીટર પાસેથી એકાઉન્ટને લગતી માહિતી મંગાવાઈ છે એમ જણાવાઈ રહ્યું છે. ત્યારે જાણકારો જણાવી રહ્યા છે. આ માહિતી મેળવવા માટે ગુનો નોંધી એફઆઈઆર કરવી જરૂરી છે એ કર્યા વગર ક્રાઈમ બ્રાન્ચને બંને કંપની કોઈ માહિતી આપી શકે જ નહીં. સાયબર લિક્સે પડકાર ફેંકતાં જણાવ્યું છે કે, તબીબ સામે એફઆઈઆર નોંધ્યા બાદ બંને કંપની એટલે કે ગૂગલ અને ટ્વીટર પાસેથી આઈપી લોગના બદલે તબીબીના એક્ટિવિટી લોગ માગે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
પેજ થ્રી કલ્ચર ધરાવતી મહિલા આરોપી નીલમ મીર કેમ બાકાત?
તબીબ દેવાંગ શાહ અને જિમના પાર્ટનર કૈલાસ જાદવ વચ્ચેના વિવાદમાં સાયબર લિકક્સના ભંડાફોડ બાદ તબીબને કેમ છેતરપિંડી યાદ આવી એવો સવાલ ઊભો થયો છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થતી તપાસમાં કૈલાસ જાધવ અને વિનીતા પાટીલના નામ ઉપર જ ભાર મૂકી તપાસ કરવામાં આવે છે પરંતુ એફઆઈઆરમાં ત્રીજું નામ છે એ નીલમ મીર નામની પેજ થ્રી કલ્ચરમાં જાણીતી યુવતીનો કેમ બચાવ કરાય છે? એવા પણ સવાલો ચર્ચામાં છે.