બનાસકાંઠાના મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો

ગાંધીનગર, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના વડગામડા ગામે ગ્રામસભા યોજી હતી. એટલું જ નહીં, ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો તેમજ રાત્રિ રોકાણ પણ કર્યું હતું. બીજે દિવસે એટ્‌લે કે આવતીકાલે સવારે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. ૨૧મી જૂનને આવતીકાલે શુક્રવારે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થનાર છે. મુખ્યમંત્રી યોગ દિવસની પૂર્વસંધ્યાએ ગુરૂવાર ૨૦મી જૂને સાંજે બનાસકાંઠા પહોંચ્યા હતા. જ્યાં બનાસકાંઠાના વડગામડા ગામમાં ગ્રામસભા યોજીને ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રમ પટેલે આ અગાઉ આદિજાતિ વિસ્તાર નર્મદા અને તાપી જિલ્લાના ગામોમાં રાત્રી રોકાણ તથા ગ્રામસભાઓનું આયોજન કરીને ગ્રામજનો સાથે વાતચીત અને સંવાદના કાર્યક્રમ યોજયા હતા. મુખ્યમંત્રી આવી રાત્રી ગ્રામસભાઓમાં ગ્રામજનો વચ્ચે બેસીને તેમની સાથે સહજ વાતચીત દ્વારા ગ્રામીણ ક્ષેત્રની સુવિધાઓ તથા રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય સેવાઓ અંગે માહિતીનું આદાન-પ્રદાન કરે છે અને ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જ ગ્રામસભાની હવેની કડીની પુનઃશરૂઆત આજે રાત્રે બનાસકાંઠાના વડગામડાથી શરૂ કરી છે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી આજે ગુરૂવારે વડગામડામાં રાત્રી રોકાણ કર્યું છે અને આવતીકાલે વહેલી સવારે નડાબેટ ખાતે યોજાનારા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં જાેડાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution