નવી દિલ્હી : ઝ્રમ્ૈંએ દિલ્હી દારૂ કૌભાંડમાં પૂછપરછ બાદ બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. તપાસ એજન્સી તેમને તિહાર જેલમાંથી લઈ જઈ અને રાઉઝ એવન્યુ કોર્ટ (ટ્રાયલ કોર્ટ)માં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી કોર્ટની પરવાનગી લીધા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાંથી કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસના સીબીઆઇ રિમાન્ડ પર મોકલી દીધા હતા. તેમણે ૨૯ જૂને સાંજે ૭ વાગ્યા પહેલા ફરીથી કોર્ટમાં હાજર થવું પડશે. જાેકે, સુનાવણી દરમિયાન કેજરીવાલે કોર્ટ પાસે ૫ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કે હું અને મનીષ સિસોદિયા બંને નિર્દોષ છીએ. અમે ક્યારેય મનીષ પર દોષ મૂક્યો નથી. સીએમએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે સીબીઆઈએ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલે આ કૌભાંડનો સંપૂર્ણ દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે. આ પહેલા કોર્ટ રૂમમાં જ સુનાવણી દરમિયાન કેજરીવાલની તબિયત બગડી હતી. જ્યારે તેમનું બ્લડ શુગર લેવલ નીચે આવ્યું ત્યારે તેમને ચા-નાસ્તો આપવામાં આવ્યો, ૨૫ જૂનની રાત્રે સીબીઆઈએ તિહાર જેલમાં જઈને કેજરીવાલની પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન નોંધ્યું હતું. કેજરીવાલ પર એક્સાઇઝ પોલિસી કૌભાંડનો આરોપ છે. કેજરીવાલ હાલમાં ઇડીની કસ્ટડીમાં છે અને મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ પહેલા પણ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સીબીઆઇ ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલની ધરપકડ કરી શકે છે. હવે સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં જામીન આપે તો પણ કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં.