છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્યો નહી પહોંચતા સામાન્ય સભા મોફુક


છોટાઉદેપુર જિલ્લા પંચાયત ની સામાન્ય સભા માં જિલ્લા પંચાયત ના સભ્યો ના પહોંચતા સામાન્ય સભા મોફુક રખાઈ જયારે પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સભામાં હાજર રહ્યા હતા જયારે બીજા સભ્યો આવ્યા ના હતા જિલ્લા પંચાયત સામાન્ય સભાના એજેન્ડા તેમજ પ્રશ્નોતરી માટે સમય સર એજેન્ડા ના મળતા સભ્યો એ વિરોધ કર્યો હતો જેને લઈને સામાન્ય સભા માં ના પહોંચ્યા

છોટાઉદેપુર જિલ્લા પંચાયત માં ૩૨ જિલ્લા પંચાયત સદસ્યો છ તાલુકાના છે ૧૧/૭/૨૦૨૪ ના રોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત માં સામાન્ય સભા બપોરે ૨ વાગે રાખવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયત સદસ્યો અને અલગ અલગ સમિતિ ના ચેરમેનો ગેર હાજર રહ્યા હતા જયારે જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ તેમજ ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેન હાજર રહ્યા હતા જયારે સભ્યો ની ગેરહાજરી થી સામાન્ય સભા મોફુક રાખવામાં આવી હતી જયારે જિલ્લા પંચાયત સદસ્યો નેનિયમ મુજબ ૧૫ દિવસ પહેલા એજેન્ડા મળવા જાેઈએ પરંતુ સામાન્ય સભાના બે દિવસ પહેલા અજેન્ડા મળે છે જેનાથી સમયસર એજેન્ડા મળતા ના હોવાથી તેમજ સામાન્ય સભામાં એજેન્ડા માં પ્રશ્નોતરી માટે સમય આપવામાં આવતો નથી જયારે જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં પ્રશ્નો મુકવા હોય ત્યારે મુશ્કેલી પડે છે અને લોકો ની સમસ્યા જિલ્લા પંચાયત સામાન્ય સભામાં મુકવી જરૂરી છે ત્યારે અધિકારીઓના આવા વલણ થી જિલ્લા પંચાયત સદસ્યો માં આક્રોશ જાેવા મળ્યો હતો જયારે સામાન્ય સભા માં સદસ્યો ના પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખ અને અધિકારીઓ ની વચ્ચે જિલ્લા પંચાયત સદસ્યો ની ખાઈ દિવસે દિવસે વધતી જાય છે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માં સત્તાધારી પાર્ટી ભાજપ નું શાસન છે ત્યારે સામાન્ય સભા મોફુક રહેતા હાલ તો અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે સંકલન નો અભાવ અને સત્તાધારી પક્ષ ના જિલ્લા પંચાયત પ્રમુખ સદસ્યો ને પણ સમજાવી ના શક્યા હોવાનું અહીંયા ફલિત થાય છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution