દિલ્હી-
છતીસગઢ રાજ્ય ના નક્સલગ્રસ્ત જિલ્લા દંતેવાડા ના ગિદમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમલનારમાં ડીઆરજી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેના અડધો કલાકની અથડામણ માં બે લાખ ની ઇનામી મહિલા નક્સલવાદી ને ઠાર કરવામાં આવી છે.
સોમવારે સવારે લગભગ 6.30 વાગ્યે આ અથડામણ થઇ હતી. જેમાં જવાનો બે લાખ ની ઇનામી મહિલા નક્સલવાદી ને ઠાર કરવામાં સફળ થયા છે.આ મહિલા નક્સલીની ઓળખ પીએસ ભૈરમગઢ ના પલ્લવેયામાં રહેતી ગુડ્ડી પેક્કોની 24 વર્ષની પુત્રી વાઈકો પેક્કો તરીકે થઈ છે. સૈનિકોએ મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો છે. મહિલા નક્સલી પીએલજીએ પ્લેટૂન નંબર 16 ની સભ્ય હતી. બ્લેક ડ્રેસ સાથે પીઠુ, 2 કિલો આઈ.ઈ.ડી., પગરખાં, દવાઓ અને દૈનિક ઉપયોગની અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી બે દેશી શસ્ત્રો પણ મળી આવ્યા છે. પોલીસની ટીમ સલામત અને પરત ફરી રહી છે. આ સમાચારની પુષ્ટિ દંતેવાડા પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવ દ્વારા કરવામાં આવી છે.