છત્તીસગઢ: દંતેવાડામાં 18 નકસલીએ શરણાગતિ સ્વીકારી

દંતેવાડા,

છત્તીસગઢમાં દંતેવાડામાં  જિલ્લામાં 'ઘરે પાછા ફરો' અભિયાન અંતર્ગત નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં મોટા નક્સલી કાર્યકરોની સૂચિ તૈયાર કરી ગામે ગામ પોસ્ટ કરવામાં આવી હતી. તેમજ તમામ નક્સલવાદીઓને મુખ્યધારામાં જોડાવા અપીલ પણ કરવામાં આવી હતી. જેની હેઠળ 18 સક્રિય નક્સલવાદીઓએ નક્સલવાદી સંગઠનને છોડીને કલેક્ટર દિપક સોની, ડીઆઈજી ડી.એન. લાલ અને એસ.પી. અભિષેક પલ્લવ સમક્ષ ભાંસી પોલીસ સ્ટેશનમાં શરણાગતિ સ્વીકારી છે.

નક્સલવાદીઓમાં 4 નક્સલીઓ તેલામ ભીમા, તેલમ ચૈતુ, સંતો કુંજામ અને મંગલ ભાસ્કર ઉપર સરકારે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તેમજ 14 નક્સલવાદીઓ ડી.એ.કે.એમ.એસ.ના સભ્યો તરીકે સંસ્થામાં સક્રિય હતા. તેમજ બીજા લોકો લોકોને સંગઠનમાં જોડવા, મોટા નક્સલીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવાનું કામ કરતા હતા. જેમાં મુખ્યધારામાં જોડાતા તમામ નકસલવાદીઓને 10-10 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution