કેરીનો રસ, મેંગો મિલ્કશેક વેચતાં તંબુઓ પર ચેકિંગ ઃ ૬૫ કિલો જથ્થો નાશ કરાયો

વડોદરા

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને તૈયાર કેરીનો રસ વેચતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં ૬૫ કિલો કેરીના રસનો નાશ કર્યો હતો. જ્યારે કેરીના રસના ૧૫ નમૂના લીધા હતા.પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં સુરસાગર વિસ્તારમાં ચેકીંગ કરીને ૯૦ લિટર પાણીપુરીનુ પાણી અને ૧૨ કિલો બટેટાનો નાશ કર્યો હતો. વડોદરા શહેરની મધ્યમાં આવેેલ સુરસાગર તળાવની આસપાસ અન્ય ખાણીપીણીની લારીઓની સાથે પાણીપુરીની લારીઓ પણ વધુ ઉભી રહે છે. આ સ્થળે કોર્પોરેશન દ્વારા ૨૨ પાણીપુરીની લારીઓનું તેમજ ત્રણ ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પાણીપુરીના પાણીના ૯૦ લીટર જથ્થો નાશ કર્યો હતો. આ ઉપરાંત બગડી ગયેલા૧૨ કિલો બટેટાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કર્યા વિના ધંધો કરતા પાંચ લારીઓ બંધ કરાવી હતી. પૂરી સાથે અપાતા પાણીને ઠંડુ કરવા માટે બરફનો સીધો ઉપયોગ કરવામાં આવે છે. આ બરફ અનહાઇજેનિક હોય છે, જેથી પાણી ઠંડુ કરવા બીજાે કોઈ વિકલ્પ શોધી કાઢી અનહાઇજેનિક બરફનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરવામાં આવી હતી. સાથે રજીસ્ટ્રેશન વિના જે લોકો ધંધો કરે છે તેઓને તાત્કાલિક કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાની સૂચના આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution