રથનું સમારકામ 

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ના ૩એ રથનું સમારકામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. અખાત્રીજના દિવસે ભગવાનના ૩ રથનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભગવાન પાસે રથનું સમારકામ કરવાની પરવાનગી માગવામાં આવી હતી. ૧૬ જૂનના રોજ ભગવાનની જળયાત્રા નીકળશે જેમાં રાજ્યના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ૧ જુલાઇના રોજ જગતના નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે હાથી. ઘોડા, ટ્રકો અખાડા સાથે નગરચર્યા કરવા માટે નીકળશે. કોરોના મહામારીના ૨ વર્ષ બાદ ભગવાનની ભવ્ય રથયાત્રા યોજાશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution