ફરીદાબાદ-
હરિયાણા પોલીસ આજે (ગુરુવાર, 5 નવેમ્બર) ફરીદાબાદના બલ્લભગઢ માં નિકિતા તોમરની હત્યા મામલે ચાર્જશીટ દાખલ કરશે. આ કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) એ ચાર્જશીટ તૈયાર કરી છે. હરિયાણા પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણેય મુખ્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આ કેસમાં તૌસિફ મુખ્ય આરોપી છે, જ્યારે રેહાન અને અઝરુ બાકીના આરોપી છે.
એસઆઈટીએ ચાર્જશીટમાં આ બનાવમાં વપરાયેલા અને પ્રાપ્ત થયેલા શસ્ત્રોનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય સાક્ષીઓનાં નિવેદનો, સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીનાં નિવેદનો, ફોરેન્સિક રિપોર્ટ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પણ શામેલ કરવામાં આવ્યા છે. એસઆઇટીએ ચાર્જશીટમાં નિકિતાના મિત્રનાં નિવેદનનો પણ સમાવેશ કર્યો છે, જેની સામે નિકિતાને ગોળી વાગી હતી.
નિકિતા હત્યા કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવાની છે. તેથી પોલીસ આ કેસમાં તાકીદે કામ કરી રહી છે. આ કારણોસર મંગળવારે ફરીદાબાદ પોલીસ કમિશનર ઓ.પી.સિંઘે સેક્ટર 21 માં એસઆઈટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ચાર્જશીટની તૈયારીઓની સમીક્ષા કરી હતી. લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં પુરાવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે 26 ઓક્ટોબરે બલ્લભગઢની વિદ્યાર્થીની નિકિતાની જાહેરમાં ખૂન કરવામાં આવી હતી.