દિવાળીના તહેવારો નિમિત્તે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

અંબાજી-

અંબાજી મંદિરમાં ફરી એકવાર સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટે આરતી અને દર્શનના સમયની જાણકારી આપી છે. દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. દિવાળી અને નવા વર્ષે મંદિરોમાં દર્શન કરવા ભક્તોની ભીડ જામે છે. ત્યારે આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટા મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. સુપ્રસિદ્ધિ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફારની જાહેરાત કરાઈ છે. જાણી લો તહેવારો દરમિયાન અંબાજી મંદિરનો સમય શું રહેશે.

૧૫ નવેમ્બર ૨૦૨૦, રવિવાર                                   

સવારની આરતી- ૭થી ૭.૩૦

સવારના દર્શન- ૭.૩૦થી ૧૧

અન્નકૂટ આરતી- ૧૨થી ૧૨.૩૦

બપોરના દર્શન- ૧૨.૩૦થી ૪.૧૫

સાંજની આરતી- ૬.૩૦થી ૭

સાંજના દર્શન- ૭થી ૯


૧૬ નવેમ્બર ૨૦૨૦, સોમવાર (બેસતું વર્ષ)

સવારની આરતી- ૬થી ૬.૩૦ 

સવારના દર્શન- ૬.૩૦થી ૧૧.૩૦ 

રાજભોગ- ૧૨થી ૧૨.૩૦ 

બપોરના દર્શન- ૧૨.૩૦થી ૪.૧૫ 

સાંજની આરતી- ૬.૩૦થી ૭ 

સાંજના દર્શન- ૭થી ૧૧


૧૭થી ૧૯ નવેમ્બર (ભાઈબીજથી લાંભપાંચમ)

સવારની આરતી- ૬.૩૦થી ૭

સવારના દર્શન- ૭થી ૧૧.૩૦

રાજભોગ- ૧૨ કલાકે

બપોરના દર્શન- ૧૨.૩૦થી ૪.૧૫

સાંજની આરતી- ૬.૩૦થી ૭

સાંજના દર્શન- ૭થી ૧૧

૨૦ નવેમ્બર ૨૦૨૦

સવારની આરતી- ૭.૩૦થી ૮

સવારના દર્શન- ૮થી ૧૧.૩૦

રાજભોગ- ૧૨ કલાકે

બપોરના દર્શન- ૧૨.૩૦થી ૪.૧૫

સાંજની આરતી- ૬.૩૦થી ૭

સાંજના દર્શન- ૭થી ૯

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution