ઓસ્ટ્રેલિયાના ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામમાં ફેરફારઃ ભારતીયોને કેટલી અસર?


નવીદિલ્હી,તા.૧૪

પોસ્ટ સ્ટડી વર્ક સ્ટ્રીમને પોસ્ટ હાયર એજ્યુકેશન વર્ક સ્ટ્રીમના નામે ઓળખવામાં આવશે. તેમાં પણ કેટલાક ફેરફાર થયા છે. જેમ કે તેમાં પણ અરજી કરવા માટેની વયમર્યાદા ઘટાડીને ૩૫ વર્ષ કરવામાં આવી છે અને તેમાં પણ હોંગકોંગ અથવા બ્રિટિશ પાસપોર્ટધારક માટે ૫૦ વર્ષની છૂટ છે. ભારતીય યુવાનોને એકંદરે ફાયદો થાય કે નુકસાન તે જાેવાનું રહે છે.

ઓસ્ટ્રેલિયાના ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે જે ૧ જુલાઈ, ૨૦૨૪થી અમલમાં આવશે. તેના કારણે ભારતીય યુવાનોને એકંદરે ફાયદો થાય કે નુકસાન તે જાેવાનું રહે છે. ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામમાં ફેરફાર થવાથી ગ્રેજ્યુએટ વર્ક સ્ટ્રીમમાં ઘણા બધા એડજસ્ટમેન્ટ જાેવા મળશે. હવેથી તેને પોસ્ટ વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ તરીકે ઓળખાશે.

ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામ એ એવા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ માટે છે જેમણે કોમનવેલ્થ રજિસ્ટર ઓફ ઈન્સ્ટિટયુશન્સ એન્ડ કોર્સિસ ફોર ઓવરસિઝ સ્ટુડન્ટ (ક્રિકોસ) તેના હેઠળ રજિસ્ટર્ડ કોર્સ પૂરા કર્યા છે. આ વિઝામાં કેટલાક ખાસ ફાયદા હોય છે. જેમ કે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધરાવતા લોકો તેમનો સ્ટડી પૂરો કર્યા પછી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે અને તેઓ અહીં વધુ તક શોધી શકે છે અથવા તો વર્ક એક્સપિરિયન્સ મેળવી શકે છે.

ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા પ્રોગ્રામમાં જેમણે અરજી કરી હોય તેઓ પોતાના પરિવારજનોને પણ વિઝા અરજીમાં સામેલ કરી શકે છે. તેમાં તેમના પાર્ટનર, બાળકો અથવા પાર્ટનરના બાળકો સામેલ થઈ શકે છે. જાેકે, તેમાં વિઝાની જરૂરિયાત પ્રમાણે હેલ્થના નિયમોનું પાલન કરવું આવશ્યક છે.

ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝાનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં કોઈ પણ સેક્ટરમાં કામના કલાકોના બંધન કે લિમિટ વગર કામ કરી શકો છો. તેના કારણે ગ્રેજ્યુએટને પોતાના સ્ટડીના ફિલ્ડમાં અનુભવ મેળવવાની અને સાથે સાથે ઓસ્ટ્રેલિયામાં રહીને પોતાની કારકિર્દીમાં આગળ વધવાની તક મળે છે.

પોસ્ટ વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ હેઠળ અરજી કરવા માટેની મહત્તમ ઉંમર ઘટાડીને ૩૫ વર્ષ અથવા તેનાથી પણ ઓછી કરવામાં આવી છે. જાેકે, હોંગકોંગ અને બ્રિટિશ નેશનલ ઓવરસિઝ પાસપોર્ટ ધરાવતા લોકોને રાહત અપાઈ છે અને તેઓ ૫૦ વર્ષની ઉંમર સુધી આ સ્ટ્રીમ માટે એલિજિબલ ગણાશે.

જે અરજકર્તાઓ પોસ્ટ વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમની ઉંમરની જરૂરિયાતનું પાલન નથી કરતા તેમની પાસે બીજા વિઝા પાથવેને ઓપ્શન ખુલ્લો રહેશે. તેઓ ઓસ્ટ્રેલિયામાં પોતાનો સ્ટે જાળવી રાખવા માટે બીજા વિકલ્પો અજમાવી શકે છે.

પોસ્ટ વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ માટે એલિજિબલ બનવા અરજકર્તા પાસે એસોસિયેટ ડિગ્રી, ડિપ્લોમા અથવા ટ્રેડ ક્વોલિફિકેશન હોવું જાેઈએ જે સ્ન્‌જીજીન્ પર તેમના નોમિનેટેડ ઓક્યુપેશન સાથે સંકળાયેલું હોવું જાેઈએ. જેમની પાસે ડિગ્રી લેવલ ક્વોલિફિકેશન અથવા તેનાથી ઉંચી ક્વોલિફિકેશન હોય તેઓ આ સ્ટ્રીમ માટે ક્વોલિફાઈ નહીં થાય અને તેમણે પોસ્ટ હાયર એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ હેઠળ અરજી કરવાની રહેશે.

પોસ્ટ વોકેશનલ એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ માટે જે લોકોની અરજી સફળ થાય તેઓ ૧૮ મહિના સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકશે. અહીં પણ હોંગ કોંગ અથવા બ્રિટિશ નેશનલ ઓવરસિઝ પાસપોર્ટ હોલ્ડરોને ફાયદો થશે અને તેઓ તેમના રોકાણને ૫ વર્ષ સુધી એક્સ્ટેન્ડ કરી શકશે. પોસ્ટ સ્ટડી વર્ક સ્ટ્રીમને પોસ્ટ હાયર એજ્યુકેશન વર્ક સ્ટ્રીમના નામે ઓળખવામાં આવશે. તેમાં પણ કેટલાક ફેરફાર થયા છે. જેમ કે તેમાં પણ અરજી કરવા માટેની વયમર્યાદા ઘટાડીને ૩૫ વર્ષ કરવામાં આવી છે અને તેમાં પણ હોંગકોંગ અથવા બ્રિટિશ પાસપોર્ટધારક માટે ૫૦ વર્ષની છૂટ છે.

બીજાે એક ફેરફાર એવો છે કે સિલેક્ટ ડિગ્રી એક્સ્ટેન્શન, જેમાં વધુ બે વર્ષ સુધી સ્ટે કરી શકાતું હતું તે આ સ્ટ્રીમ હેઠળ નહીં મળે. પોસ્ટ હાયર એજ્યુકેશન વર્ક સ્ટ્રીમ હેઠલ રોકાણનો ગાળો પણ એડજસ્ટ કરવામાં આવશે. તેમાં બેચલર્સ ડિગ્રી માટે આ ગાળો બે વર્ષ સુધીનો, માસ્ટર્સ ડિગ્રી માટે બે વર્ષ સુધી અને માસ્ટર્સ (રિસર્ચ) અને ડોક્ટરલ ડિગ્રી માટે ત્રણ વર્ષ સુધીનો રહેશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution