જગત મંદિર દ્વારકા ખાતે ધનુર્માસ ઉત્સવ અનુલક્ષીને દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકા-

નુર્માસ દિને મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે . યાત્રાધામ દ્વારકા દ્વારકાધીશ જગતમંદિરે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવ અનુલક્ષીને શ્રીજીના દર્શનના ટાઇમ ટેબલમાં ફેરફાર કરાયો છે. ૨૨-૧૨-૨૦ મંગળવાર ધનુર્માસને દિન શ્રીજીની મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે શ્રીજીના ઉત્થાપન દર્શન સાંજે ૫કલાકે થશે શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યકમ મુજબ રહેશે. ૨૪-૧૨-૨૦ ગુરુવારના ધનુર્માસ નિમીતે શ્રીજીની મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે શ્રીજીના ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે થશે શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. ૫-૧-૨૦૨૧ મંગળવાર ધનુર્માસને દિન શ્રીજીની મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે શ્રીજીના ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે થશે શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. ૧૨-૧-૨૦૨૧ મંગળવાર ધનુર્માસને દિન શ્રીજીની મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે થશે અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે થશે શ્રીજીના ઉત્થાપન દર્શન સાંજે પ કલાકે થશે શ્રીજીનો સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. ઉપરોકત તારીખે ધનુર્માસ હોવાથી શ્રીજીના દર્શના ટાઇમ ટેબલમાં ફેરફાર કરાયો હોવાથી સર્વ દર્શનાથીઓને વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિર દ્વારકાની યાદીમાં જણાવ્યું છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution