ઝારખંડના મુખ્યમંત્રીપદેથી ચંપાઈ સોરેનનું રાજીનામું  : હેમંત સોરેન મુખ્યમંત્રી બનશે


રાંચી:ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. ચંપાઈ સોરેને પહેલા જ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો હતો. રાજ્યના રાજકારણમાં બપોરથી જ ગરમાવોનો ગણગણાટ તેજ બન્યો હતો. હવે મુખ્યમંત્રી ચંપાઈ સોરેનના રાજીનામાની સાથે જ એ નક્કી થઈ ગયું છે કે હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચા ગઠબંધનના ધારાસભ્ય દળના નેતા હશે. રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યા બાદ ચંપાઈ સોરેને કહ્યું, ‘બેઠકમાં હેમંત સોરેનને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો આ માટે સહમત છે. જ્યારે નેતૃત્વ પરિવર્તન થયું ત્યારે હું ચૂંટાયો. તમે બધા જાણો છો કે રાજકીય ઘટનાક્રમ શું છે. અમારા ગઠબંધનમાં અમે બધાએ ફરીથી ર્નિણય લીધો છે કે હેમંત સોરેન અમારા નેતા હશે. મેં મારા પદ પરથી રાજીનામું આપી દીધું છે. અમે અમારા ગઠબંધનના ર્નિણય મુજબ કામ કર્યું છે.’ અગાઉ ચંપાઈ સોરેનના ઘરે ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય દળના નેતા હશે. પાર્ટી સાથે જાેડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, ‘બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો છે કે હેમંત સોરેનને ફરીથી ઝારખંડના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસના ઝારખંડ પ્રભારી ગુલામ અહેમદ મીર, પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર, હેમંત સોરેનના ભાઈ બસંતને પણ સામેલ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution