ટાઢાગોળા ગામે નવા બની રહેલા કોરીડોર રસ્તા પરથી ચાકલિયા પોલીસે રૂપિયા ૧.૨૯ લાખ ઉપરાંતના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક્સયુવી કાર પકડી


દાહોદ,તા.૨૦

ગતરોજ મોડી સાંજે ચાકલિયા પોલીસે ટાઢાગોળા ગામે નવા બનતા કોરીડોર રસ્તા પરથી જરૂરી વોચ દરમિયાન રૂપિયા ૧.૨૯ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ- બિયરના જથ્થા સાથે મહિન્દ્રા કંપનીની એક્સ.યુ.વી કાર ઝડપી પાડી રૂપિયા બે લાખની કિંમતની કાર સહિત કુલ રૂપિયા ૩,૨૯૪૮૦/- ના મુદ્દામાલ સાથે કારના ચાલકની અટકાયત કર્યાનું પોલીસ વર્તુલો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ચાકલીયા પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મહેન્દ્રા કંપનીની જીજે.૨૦.એએચ.૨૫૭૪ નંબરની એક્સયુવી કાર મધ્યપ્રદેશ બાજુથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરી ચાકલીયા તરફ આવતી હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે ચાકલિયા પોલીસ ટાઢા ગોળા ગામે નવીન બનતા કોરીડોર રસ્તા પર ગુપ્ત વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જાેતી ઉભી હતી. તે દરમિયાન મોડી સાંજના સવા સાત વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબર વાળી મહેન્દ્રા કંપનીની એક્સ.યુ.વી. કાર નજીક આવતા જ વોચમાં ઉભેલ ચાકલીયા પોલીસે કારને હાથનો ઇશારો કરી ઉભી રખાવી કારની તલાસી લઈ કારમાંથી લંડન પ્રાઈડ વિસ્કીની રૂપિયા ૧,૦૬,૦૮૦/-ની કુલ કિંમતની પેટીઓ નંગ -૧૩ માં ભરેલ બોટલ નંગ ૬૨૪ તથા રૂપિયા ૨૩,૪૦૦/- ની કુલ કિંમતના માઉન્ટસ બિયરના ટીન નંગ- ૧૮૦ મળી કુલ રૂપિયા ૧,૨૯,૪૮૦/- ની કુલ કિંમતના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ- ૮૦૪ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા બે લાખની કિંમતની મહિન્દ્રા કંપનીની એક્સ યુ વી કાર મળી કુલ રૂપિયા ૩,૨૯૪૮૦/- ના મુદ્દામાલ સાથે એક્સ યુ વી કારના ચાલક દિલીપભાઈ કાળુભાઈ ભાભોરની અટકાયત કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી સદર દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો ? અને ક્યાં પહોંચાડવાનો હતો ? તે બાબતની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution