ચૈત્રી નવરાત્રિનો આજથી શુભારંભ, આજથી નવદિવસ માં ને રીઝવવા ભકતજનો દ્વારા પુજા અર્ચના

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષભરમાં ચાર નવરાત્રિ મનાવવામાં આવે છે. એ પૈકીની એક ચૈત્રી નવરાત્રિનો આજથી શુભારંભ થયો છે. આજથી નવદિવસમાં ને રીઝવવા ભકતજનો દ્વારા પુજા, અર્ચના અને વ્રત કરવામાં આવશે પ્રતિવર્ષ મનાવાતી નવરાત્રિની સાપેક્ષમાં આ વર્ષે માં ના ભકતો માટે અમુક નિયમોનો અવરોધ છે, કારણ કે જીવલેણ કોરોનાએ લોકોને ચિંતામાં મુકયા છે. તેથીના છૂટકે માતાની આરાધના કરવા પદયાત્રા દર્શનયાત્રા વગેરે ભક્તિ આયોજનો પર કાય મૂકયો પડયો છે. આ વર્ષે નવરાત્રિમાં માતાના ઘટ્ટ સ્થાપનની ઘેર આરાધના કરીને તેમજ સરકારી આદેશ મુજબ સવારે 6થી 8 દરમિયાન મંદિરોમાં માત્ર દર્શન કરીને સંતોષ માની લેવો પડશે. તેમ રાજકોટનામાં આશાપુરા મંદિરમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સરકારી ગાઇડ લાઇનનું પાલન કરીને ભકતજનોએ દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.

કચ્છ માતાના મઢમાં ઘટ સ્થાપન

આજથી ચૈત્રી નવરાત્રિનું પાવન પર્વ શરૂ થયુ છે. ત્યારે કચ્છમાં માતાના મઢમાં કોરોના ગાઇડ લાઇનના પાલન મુજબ દર્શનાર્થીઓ માટે તો બંધ કરવામાં આવ્યુ છે. તેમ છતાં માંની આરાધના પર્વને વધાવવા ઘટ સ્થાપન કરવામાં આવ્યુ છે. આજથી માં ના દરેક ભકત જનોના અંતરથી એક જ પ્રાર્થના કરવામાં આવશે કે કોરોના નો અંત આવે તેવી માંની કૃપા વરસે..

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution