સીબીઆઇ દ્વારા ગોધરાની જય જલારામ ઇન્ટર નેશનલ સ્કૂલના ચેરમેનની ધરપકડ કરાઇ

ગોધરા દ્ગઈઈ્‌ પ્રકરણ માં ગત શનિવારે મોટો ઘટસ્ફોટ થતાં ગોધરા જય જલારામ ઇન્ટર નેશનલ સ્કુલનાં સંચાલક અને માલિક દીક્ષિત પટેલની સીબીઆઇ દ્વારા શનિવારે આણંદથી ધરપકડ કરવામાં આવી હતી.જેમાં સીબીઆઇ દ્વારા આજે ગોધરાની મુખ્ય સેશન કોર્ટમાં દીક્ષિત પટેલનાં રિમાન્ડની માંગણી કોર્ટમાં કરવામાં આવી હતી.જે સીબીઆઇની માંગણીને કોર્ટે નહિ સ્વીકારતા અમદાવાદ કોર્ટ માંથી રિમાન્ડ મેળવવાની ટકોર કરી હતી.સીબીઆઇ દ્વારા રવિવારે સાંજે સ્થાનિક પંચમહાલ પોલીસને સાથે રાખી જય જલારામ સ્કૂલના સંચાલક અને માલિક દીક્ષિત પટેલને અમદાવાદ સીબીઆઇ કોર્ટમાં હાજર કરવા અને રિમાન્ડ ની માંગણી સાથે લઈ જવામાં આવ્યા હતા.દ્ગઈઈ્‌ (ેંય્) પેપર લીક કેસમાં, સીબીઆઇએે શનિવારે મોડી રાત્રે પંચમહાલ જિલ્લના ગોધરામાં આવેલી જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલને કસ્ટડીમાં લીધા હતા. દીક્ષિત પટેલને કસ્ટડીમાં લીધા બાદ તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી હતી. દ્ગઈઈ્‌ પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના સંપર્કમાં હોવાની શંકાના આધારે સીબીઆઈએ દીક્ષિત પટેલ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.અગાઉ ૨૭ જૂને ઝ્રમ્ૈંએ દ્ગઈઈ્‌ છેતરપિંડી કેસમાં દીક્ષિત પટેલની પૂછપરછ કરી હતી. આ સિવાય સીબીઆઈએ કેટલાક વિદ્યાર્થીઓના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા હતા. દ્ગઈઈ્‌ પાસ કરવા માટે ૧૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ અને એક શિક્ષકની ધરપકડ થઈ ચૂકી છે. ગુજરાત પોલીસે દ્ગઈઈ્‌માં ગેરરીતિ બદલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ ૨.૫ કરોડ રૂપિયાનું મની ટ્રેલ સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને દ્ગઈઈ્‌ પરીક્ષા પાસ કરાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution