મુંબઈ-
બજેટમાં ઈલેક્ટ્રોનિક્સ ચીજો પર ડ્યુટી વધારી દેવાયા બાદ પેટ્રોલ અને ડિઝલ પર પણ સેસ નાંખવામાં આવ્યો છે. બજેટમાં પેટ્રોલ અને ડિઝલ પર પ્રતિ લિટરે 2.5 રૂપિયા જ્યારે ડિઝલ પર પ્રતિ લિટરે 4 રૂપિયા જેટલો સેસ નાંખવામાં આવ્યો છે. આ સેસને કૃષિ સેસ તરીકે ઓળખાવાયો છે. કૃષિ સેસ કે જે સીધો કંપની પર જાય છે તેની સીધી અસર ગ્રાહકો પર નહીં પડે.
સરકાર દ્વારા આ પ્રકારે ઈંધણના ભાવો પર વધારાનો સેસ નાંખવામાં આવતાં કેટલાંક રાજકીય વર્તુળોમાં તેની ટીકા કરવામાં આવી હતી. યાદ રહે કે, પેટ્રોલ અને ડિઝલના ભાવો અત્યારે ઐતિહાસિક રીતે ઊંચી સપાટી પર ચાલી રહ્યા છે, અને રાજસ્થાનના શ્રીગંગાનગર સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલના પ્રતિ લિટરના ભાવો રૂપિયા 100ની ઉપર ચાલ્યા ગયા છે.