PAAS દ્વારા જાહેર કરાયુ સત્યપત્ર, જાણો કેવા ઉમેદવારને મત આપવા અપીલ કરી

સુરત-

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો PAAS દ્વારા વિરોધ કરવામાં આવશે. આ બાબતને લઇને PAAS દ્વારા એક સત્યપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. સત્યપત્રના મુખ્યમુદ્દાઓમાં પાટીદાર સમાજ પર ભાજપની સરકારે 2015માં પોલીસનું દમન ગુજાર્યું અને 15 યુવાનો શહીદ થયા. ઘરમાં જઈને માતા અને બહેનોને ગાળો આપવામાં આવી અને સમાજના અસંખ્યા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા. ત્યારબાદ કેસ ખેંચવાના ખોટા વચનો સરકારે આપ્યા. છેલ્લા 4 વર્ષના સમયમાં વિપક્ષ પોતાના કાર્યકર્તામાં પાટીદાર સમાજની બાકી રહેલી માગણીઓને વિધાનસભામાં મૂકી ન શક્યો તેનું અમને દુઃખ છે.

આ બાબતે PAASના ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, 2015માં આંદોલનની શરૂઆત થઇ ત્યારથી લઇને અત્યારની તમામ હકીકત દર્શાવતું સત્યપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સામાજિક અને રાજકીય પરીપેક્ષની અંદર પાટીદાર સમાજ સાથે અને આંદોલન સમિતિની સાથે જે કઈ ઘટનાઓ બની છે તે બાબતો આ પત્રમાં દર્શાવી છે. 2015થી લઈને આજદિન સુધી જે પણ ચૂંટણીઓ આવી છે. તેને લઇને અલગ-અલગ જગ્યા પર કર્યાલય ખોલીને વિસ્તારવાઈઝ સભાના આયોજનો કરવામાં આવ્યા છે. આજ પ્રકારે આ રીતે મીટીંગ અને સભાઓનું આયોજન કરીને લોકો સુધી સત્યપત્ર પહોંચાડીશું.

ધાર્મિક માલવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, 2015માં પાટીદાર સમાજના 14 યુવાનોને સહીદ કરવામાં આવ્યા છે અને અત્યારે પાટીદાર સમાજના હજારો યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. એટલે ભાજપની સામે અમારી લડાઈ અકબંધ છે. પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમય અમારી સામે રાજકીય રમત રમવામાં આવી છે તેને લઇને પણ અમારો રોષ છે. ત્યારે કોઈ પણ પક્ષ હોય તેમાં સમાજ સર્વોપરી હોય છે તે શાબિત કરવાનો પ્રયાસ અમે કરીશું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution