આંતરરાષ્ટ્રીય રોકાણ માટે ચોકકસ નીતિઓને અનુકૂળ બનાવવી જાેઈએઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવીદિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ૨૦૪૭ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે અને રાજ્યો આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે કારણ કે તેઓ લોકો સાથે સીધા જાેડાયેલા છે. નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં મોદીએ આ વાત કહી. મોદીને ટાંકીને કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર લખ્યું, “૨૦૨૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દરેક ભારતીયની મહત્વાકાંક્ષા છે. રાજ્યો આ લક્ષ્યને હાંસલ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે કારણ કે તેઓ લોકો સાથે સીધા જાેડાયેલા છે.પ્રધાનમંત્રીએ કહ્યું, “ભારતે આ તકોનો લાભ ઉઠાવવો જાેઈએ અને આંતરરાષ્ટ્રીય રોકાણ માટે તેની નીતિઓને અનુકૂળ બનાવવી જાેઈએ. આ ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં પ્રગતિનો માર્ગ છે.’’ આ બેઠકમાં ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભારતને તેની આઝાદીના ૧૦૦મા વર્ષમાં ૨૦૪૭ સુધીમાં ૩૦ ટ્રિલિયન ડોલરની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવામાં મદદ કરવા માટે એક ‘વિઝન પેપર’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. નીતિ આયોગને ૧૦ પ્રાદેશિક થીમ્સ પર પરિપ્રેક્ષ્યોને એકીકૃત કરીને ૨૦૨૩ સુધીમાં ‘૨૦૪૭માં વિકસિત ભારત’ માટે સંયુક્ત વિઝન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ વિઝન પેપર વિકાસના વિવિધ પાસાઓને આવરી લે છે, જેમાં આર્થિક વૃદ્ધિ, સામાજિક પ્રગતિ, પર્યાવરણને અનુકૂળ પગલાં અને શાસન વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ બેઠકનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહયોગી શાસન અને સહકારને પ્રોત્સાહન આપવાનો અને ડિલિવરી નેટવર્કને મજબૂત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તામાં વધારો કરવાનો છે. ગવર્નિંગ કાઉન્સિલ, નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા, જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ છે. આ બેઠક ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદની ભલામણો પર પણ વિચાર કરવામાં આવ્યો હતો આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુ, અરુણાચલના નાયબ મુખ્યમંત્રી ચૌના મેઈન, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ, આસામના મુખ્યમંત્રીઓ ભાગ લીધો હતા આ ઉપરાંત મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા પણ હાજર હતાં જયારે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન,હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ,કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા,તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન,પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગસામી,ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને ભાજપના સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાગ લીધો ન હતો .જદયુ મહાસચિવ કેસી ત્યાગીએ નીતિ આયોગની બેઠકમાં ઘણા મુખ્ય પ્રધાનો હાજર ન રહેવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ‘નીતિ આયોગની બેઠકમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકાર અને ભંડોળની ફાળવણી પર ચર્ચા કરવામાં આવી છે. આ રાજ્યોના અધિકારોને સુરક્ષિત કરવા માટે છે, પરંતુ તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ઘણા મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો, જે તેમના પોતાના રાજ્યના વિકાસ માટે હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution