જીએસટી વસૂલાત માટે કેન્દ્ર સરકાર બળજબરી ના કરી શકેઃ સુપ્રિમ કોર્ટ

જીએસટી વસૂલાત માટે કેન્દ્ર સરકાર બળજબરી ના કરી શકેઃ સુપ્રિમ કોર્ટ

નવીદિલ્હી

સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, એમએમ સુંદરેશ અને બેલા ત્રિવેદીની બેન્ચે કેન્દ્ર સરકારને જીએસટી વસૂલાત માટે ઉદ્યોગપતિઓ સામે સર્ચ અને જપ્તી કામગીરી દરમિયાન ‘ધમકી અને બળજબરી’નો ઉપયોગ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓને સ્વેચ્છાએ બાકી રકમ ચૂકવવા માટે સમજાવવામાં આવે. બેન્ચે નિર્દેશ કર્યો કે જીએસટી કાયદા હેઠળ એવી કોઈ જાેગવાઈ નથી કે જે અધિકારીઓને બાકી ચૂકવણી માટે બળ કે ધમકીનો ઉપયોગ કરવાની સત્તા આપે.ખંડપીઠે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું કે, જીએસટી કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિને સર્ચ અને જપ્તી દરમિયાન ટેક્સની જવાબદારી ચૂકવવાની ફરજ પાડવાની સત્તા આપવામાં આવી નથી. તમારા વિભાગને કહો કે ચુકવણી સ્વૈચ્છિક રીતે થવી જાેઈએ અને કોઈ બળનો ઉપયોગ કરવો જાેઈએ નહીં. તમારે કથિત ગુનેગારને વિચારવા, સલાહ લેવા અને તેની જવાબદારી પૂરી કરવા માટે ત્રણ-ચાર દિવસનો સમય આપવો પડશે.સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ, અગાઉ ય્જી્‌ કલેકશન દરમિયાન બળના ઉપયોગની શક્યતાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, સર્ચ અને જપ્તી દરમિયાન મોટાભાગની ચૂકવણી સ્વૈચ્છિક રહી છે. તેમણે જીએસટી એક્ટ પર દિવસભર ચાલેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે વસૂલાતની બંને પદ્ધતિઓની શક્યતા છે, પરંતુ મોટાભાગની ચૂકવણી સ્વૈચ્છિક રીતે અથવા વકીલ સાથે ચર્ચા કરીને થોડા દિવસો પછી કરવામાં આવે છે. ભૂતકાળમાં આવા કેટલાક ઉદાહરણો હોઈ શકે છે પરંતુ આ સ્ટાન્ડર્ડ નથી. આના પર બેન્ચે કહ્યું કે ઘણા અરજદારોએ અધિકારીઓ પર સર્ચ અને જપ્તી ઓપરેશન દરમિયાન ધમકીઓ અને બળજબરીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. અમે જાણીએ છીએ કે જે તે વ્યક્તિની સર્ચ અને જપ્તી દરમિયાન શું થાય છે. તમારે સલાહ લેવા અને વિચાર કરવા માટે થોડો સમય કાઢવો પડશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution