મુંબઇ
રોહિત શેટ્ટીના ખૂબ જ લોકપ્રિય સ્ટન્ટ્સ રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11' નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે, તમામ સ્પર્ધકો આ શો માટે મુંબઇથી કેપટાઉન જવા રવાના થયા હતા. શોમાં શ્વેતા તિવારી, અભિનવ શુક્લા, નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય, વરૂણ સૂદ, સબા મકબુલ, અર્જુન બીજલાની, વિશાલ આદિત્ય સિંહ, સૌરભ રાજ જૈન જોવા મળશે.તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર ગાયક રાહુલ વૈદ્યને એરપોર્ટ જવા રજા આપવા માટે આવી હતી. આ સમય દરમિયાન તે થોડી ભાવુક થઈ ગઈ હતી, પરંતુ તેણે રાહુલને શુભેચ્છાઓ આપી હતી.
બિગ બોસ 14 થી ચર્ચામાં આવી ચુકેલી અભિનેત્રી નિક્કી તંબોલી પણ કેપટાઉન ખતરો કે ખિલાડી 11 માં ભાગ લેવા રવાના થઈ હતી. તાજેતરમાં તેના ભાઇનું અવસાન થયું છે. બ્લેક કલરના ડ્રેસમાં નિક્કીને એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. તેણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી અને કહ્યું કે તે આ શોમાં ભાગ લેશે.