અમદાવાદ-
રાજ્યભરમાં મંગળવારે સવારથી શરૂ થયેલી જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓની મતગણતરીમાં ભાજપનું કમળ ખિલ્યું છે અને પંજાની પકડ વધુ ઢીલી પડતી જણાઈ છે ત્યારે હવે ભાજપ પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જણાય છે તેમજ ભાજપ કાર્યાલયોમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના વિજયની ઉજવણી અમદાવાદમાં શાનદાર રીતે કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ થશે એવા હેવાલ મળી રહ્યા છે. પક્ષના વિજયની ઉજવણીમાં હાજર થવા વિજય રૂપાણી દોઢ વાગ્યે પહોંચે એમ મનાય છે.
છેલ્લા અપડેટ પરીણામો અહીં આપ્યા છેઃ
જિલ્લા પંચાયત ભાજપ 28 કોંગ્રેસ 00 અન્ય 00
તાલુકા પંચાયત ભાજપ 158 કોંગ્રેસ 17 અન્ય 00
નગરપાલિકાઓ ભાજપ 623 કોંગ્રેસ 197 અન્ય 22
કેટલી સીટ પર કઈ પાર્ટીનો ઉમેદવારનો વિજય
કુલ ઉમેદવારો પરિણામ જાહેર ભાજપ કોંગ્રેસ અન્ય
જિલ્લા પંચાયત 980 26 26 0 0
નગરપાલિકા 2720 202 180 21 1
તાલુકા પંચાયત 4774 268 232 29 7
કુલ ઉમેદવારો 8474 253 243 8 3