શહેરા,તા.૨૧
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ૧૦૦ કરતા વધુ સ્થળો ખાતે કરાઈ હતી. નગરમાં આવેલ એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિત શાળાના વિદ્યાર્થીઓ અહીં ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા.
શહેરા નગર અને તાલુકામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નગર અને તાલુકામાં આવેલી શાળા - કોલેજ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જ્યારે તાલુકા મથક ખાતે આવેલ એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે પ્રાંત અધિકારી પ્રણવ વિજય વર્ગીય અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત, તાલુકા આરોગ્ય અધિકારી ભરતભાઈ ગઢવી તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિદ્યાલય ના રતન દીદી, જ્યા દીદી સહિત શિક્ષકો અને નગર વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ , પોલીસ સ્ટાફ યોગમાં જાેડાઈને યોગ કર્યા હતા. તાલુકા આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત કોલેજ, આઈ.ટી.આઈ તેમજ વિવિધ સંસ્થાઓ મળીને ૧૦૦ કરતાં વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ હતી