વડજ ખાતે બાલાજી મંદિરના ૨૯મા પાટોત્સવની ઉજવણી

ડભોઇ

ડભોઇ તાલુકાના વડજ ગામમાં શ્રી વેંકટેશ બાલાજી ભગવાન તથા શ્રી પદ્માવતી દેવીજી નો ૨૯ માં પાટોત્સવની શ્રદ્ધા ભેર ઉજવણી કરવામાં આવી. ડભોઇ ના વડજ ખાતે આવેલ બાલાજી મંદિર સંપ્રદાયના શ્રી વેંકટેશાચારયૅ મહારાજ ની પાવન નિશ્રામાં આજરોજ પાટોત્સવની ઉજવણી સવારે ૮.૧૫ કલાકે અભિષેક દર્શન થી કરવામાં આવી હતી. ત્યારબાદ ૯.૦૦ કલાક ની આસપાસ થી ભગવાન સત્યનારાયણની કથા નો પ્રારંભ કરી આ ઉજવણી ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વડજ ગામના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ તેનો લાભ લીધો હતો. અને લગભગ ૧૨.૦૦ કલાકે દિવ્ય અન્ન કુટ છપ્પનભોગ ભગવાન ધરાવવામાં આવ્યો હતો અને ત્યાર પછી શ્રી વેંકટેશાચાર્ય મહારાજ શ્રી દ્વારા ટુંકમાં પ્રવચન કરી મહા આરતી ભગવાન ની કરવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો અને વડોદરા અને ડભોઇ થી ભાવિક ભક્તો આવ્યા હતા અને આ દર્શન નો લાભ લઇ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. ગામજનો દ્વારા પ્રસાદી ની પણ સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પાટોત્સવ ના મુખ્ય મનોરથી એવા વિરલ દિનેશભાઈ પટેલ, સંજય નટવરભાઈ પટેલ, હિતેશ નગીનભાઈ પટેલ, રાજેશ જગદીશ ભાઇ પટેલ, કમલેશ શંકરભાઈ પટેલ, રિતેશ એસ. પટેલ, જશભાઇ પટેલ અને બીજા મંદિરના વહીવટ કર્તા હરતાં દ્વારા આ આખું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution