વડોદરા : બેન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે ભારે વગાવાયેલા વડોદરાના ઔદ્યોગિક જૂથ દ્વારા રજૂ કરાયેલા ખોટા બિલોના મામલે સીબીઆઈએ શુક્રવારે મોડી સાંજે અમદાવાદ ખાતે જુદા જુદા સ્થળો ઉપર દરોડા પાડયા હતા. આ ઔદ્યોગિક જૂથ દ્વારા બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લેવા માટે ખોટા બિલો રજૂ કરાયા હતા જેની કિંમત કરોડોમાં થતી હતી. સીબીઆઈએ અગાઉ આ મામલાની તપાસ કરી ખાસ અદાલતમાં ચાર્જશીટ પણ મુકી હતી અને આ કૌભાંડ તપાસ ચાલુ રાખી હતી. આ સંદર્ભમાં ખોટા બિલોમાં દર્શાવાયેલા અમદાવાદના જુદા જુદા સરનામાઓ ઉપર સીબીઆઈએ દરોડા પાડી મહત્વના દસ્તાવેજાે પણ કબજે કર્યા હતા. મોડી રાત સુધી આ કાર્યવાહી ચાલુ હોવાથી વધુ વિગતો મળી શકી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બદનામ ઔદ્યોગિક જૂથ સંચાલકોની મુશ્કેલીઓમાં આ દરોડા પછી વધારો થઈ શકે એમ છે.