નીટ મામલેગુજરાતમાંસીબીઆઇના ઠેરઠેર દરોડા

અમદાવા: નીટ યુજી પેપર લીક કૌભાંડની તપાસમાં સીબીઆઇ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) જાેડાયા બાદ નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. પેપર લીકનું એપીસેન્ટર ગોધરાને માનવામાં આવી રહ્યું છે. આ વચ્ચે સીબીઆઇએ ખેડા, આણંદ અને અમદાવાદ તરફ તપાસ લંબાવી છે. સીબીઆઇની ટીમ દ્વારા અમદાવાદના પરીક્ષા કેન્દ્રમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્ર સાથે જાેડાયેલ લોકોની પણ હવે તપાસ થવાના એંધાણ છે.

નીટ પેપર લીક થયા બાદ અનેક વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા હોવાની વાતો સામે આવી છે. તેમાં પણ હવે આ સમગ્ર તપાસમાં સીબીઆઇ જાેડાય છે. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસની શરૂઆત ગોધરાથી થઈ હતી. ગોધરામાં ત્રણ દિવસથી સીબીઆઇની ટીમ અલગ-અલગ જગ્યાએ સર્ચ અને રેડ કરી રહી છે. ત્યારે હવે આ તપાસ મધ્ય ગુજરાતના ખેડા અને આણંદ તરફ આગળ વધી છે. નીટના એક્ઝામ સેન્ટર સુધી પેપર પહોંચાડનાર, પરીક્ષાના સમયે હાજર રહેલા લોકો અને કેટલાક પરીક્ષાર્થીઓની પણ સીબીઆઇ પૂછપરછ કરશે તેવી વાત હાલ સામે આવી રહી છે.ખેડા અને આણંદમાં નીટ પેપર લીકની તપાસની સાથે હવે આ તપાસ ગુજરાતના સૌથી મોટા સેન્ટર અમદાવાદ તરફ આગળ વધી છે. અમદાવાદમાં કેટલાક માફીયાઓના કનેક્શન પેપર લીક સાથે હોવાની આશંકાએ સીબીઆઇને કોઈ લિંક ગોધરાથી મળી હોવાની વિગત સુત્રો જણાવી રહ્યા છે. આજે સીબીઆઇ દ્વારા અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી. કેટલીક જગ્યાએ સીબીઆઇની ટીમ પહોંચી ગઈ હતી અને તેઓ મહત્વની કડી જાેડવાનો પ્રયાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે નીટ પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ ઝ્રમ્ૈંએ ઝડપી કાર્યવાહી કરી છે. બિહારના ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટની તેની તપાસમાં જે પેપર લીકને હજારીબાગની ઓએસિસ સ્કૂલ સાથે જાેડે છે તેની આગેવાની પર કામ કરીને સીબીઆઇ સંજીવ મુખિયા ગેંગની સમગ્ર યોજનાનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે.સીબીઆઇ પહેલાથી જ સંજીવ મુખિયાના બે સ્પેશિયલ હેન્ડમેન ચિન્ટુ અને મુકેશની રિમાન્ડ પર પૂછપરછ કરી રહી છે. સીબીઆઈને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી નીટનું પેપર લીક થયું હતું અને તેમાં એહસાન ઉલ હક અને ઈમ્તિયાઝ આલમની ભૂમિકા હતી. લીક થયા બાદ નીટ પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.દેશભરમાં ચકચાર મચાવનાર ગોધરા નીટ પરીક્ષા ષડયંત્ર મામલે તપાસ ચાલી રહી છે. હાલ તપાસ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારે નીટ પરીક્ષા ષડયંત્રનો તપાસનો રેલો ગોધરાથી ગળતેશ્વર પહોંચ્યો હતો. ગળતેશ્વર તાલુકાના થર્મલમા આવેલ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઇ અને ગોધરા પોલીસની ટીમે સર્ચ હાથ ધર્યું હતું.ગત મે માસમાં નીટ યુજી-૨૦૨૪ની પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી હતી. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં ૮ મેના રોજ નોંધવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઇઆરની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો ર્નિણય કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution