કોલકતાની ડોક્ટર બળાત્કાર અને હત્યાના બનાવની તપાસ સીબીઆઇને કરવાનો આદેશ


કોલકતા:કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાએ જાેર પકડ્યું છે. મેડિકલ કોલેજના ડોકટરો અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કોલકાતા હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઈને કેસની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ કેસ સાથે સંબંધિત તમામ દસ્તાવેજાે તાત્કાલિક કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવાની સૂચના પણ આપી છે. હવે આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી થશે.

અગાઉ અનેક પીઆઈએલ દાખલ થયા બાદ ચીફ જસ્ટિસે આકરી ટીપ્પણી કરી હતી. કોર્ટે પ્રોફેસર (ડૉ.) સંદીપ ઘોષને આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલના પદ પરથી રજા પર મોકલી દીધા હતા. કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ નૈતિક જવાબદારી લઈને પોતાના પદ પરથી રાજીનામું આપે તો તેને અન્ય સરકારી કોલેજમાં કેવી રીતે નિયુક્ત કરી શકાય. ઉપરાંત, તેમણે સંદીપ ઘોષને આજે બપોરે ૩ વાગ્યા પહેલા રજાની અરજી સબમિટ કરવા કહ્યું હતું. આ સાથે આ કેસની કેસ ડાયરી આજે બપોરે ૧ વાગ્યે કોર્ટમાં દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી.

બેન્ચની સૂચના પર પશ્ચિમ બંગાળ સરકારે બપોરે ૧ વાગ્યે કેસ ડાયરી રજૂ કરી. આ પછી કોર્ટે કેસની સુનાવણી બપોરે ૩ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે પ્રોફેસર (ડૉ.) સંદીપ ઘોષે ગઈ કાલે આરજી કાર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. થોડા સમય પછી તેમની નિમણૂક કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થઈ. અરજીઓ પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ટીએસ શિવગનમની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે કહ્યું કે તપાસમાં કંઈક ખૂટતું હતું અને પૂછ્યું કે શું મેડિકલ કોલેજના તત્કાલિન પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જેનો રાજ્યના વકીલે નકારાત્મક જવાબ આપ્યો.આ બેન્ચમાં જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્ય પણ સામેલ છે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જાે પ્રિન્સિપાલે નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપ્યું હોય તો તેમને અન્ય કોઈ સરકારી કોલેજના પ્રિન્સિપાલ તરીકે કેવી રીતે નિયુક્ત કરી શકાય. તેમજ આજે બપોરે ૩ વાગ્યા સુધીમાં રજાની અરજી રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો હતો. એમ પણ કહ્યું કે જાે તે આમ નહીં કરે તો કોર્ટ તેને પદ પરથી હટાવવાનો આદેશ આપશે.

કોલકાતા હાઈકોર્ટે પૂછ્યું કે શા માટે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો નથી અને અહીંની સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યામાં અકુદરતી મૃત્યુનો કેસ શા માટે શરૂ કરવામાં આવ્યો નથી.

આ અંગે પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution