કૅમ્બ્રિજ ઍનૅલિટિકા, ગ્લોબલ સાયન્સ રિસર્ચ સામે સીબીઆઇએ કેસ નોંધ્યો

દિલ્હી-

ભારતના ફેસબુક યુઝર્સના ડેટાનો ગેરકાયદે રીતે ધંધાદારી હેતુ માટે વપરાશ કરવા બદલ ગેરકાયદે ડેટા હાર્વેસ્ટિંગનો કેસ સીબીઆઇએ બ્રિટનની કંપની કૅમ્બ્રિજ ઍનૅલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ સામે નોંધ્યો છે. ગ્લોબલ સાયન્સ રિસર્ચે 'thisisyourdigitallife' નામની ઍપ શરૂ કરી હતી. ફેસબુકે વર્ષ ૨૦૧૪માં એ 'thisisyourdigitallife' ઍપને રિસર્ચ તથા ઍકૅડેમિક હેતુઓ માટે નિશ્ચિત ડેટા સેટ્સના વપરાશની છૂટ આપી હતી. 

ગ્લોબલ સાયન્સ રિસર્ચ કંપનીએ ત્યાર પછી કૅમ્બ્રિજ ઍનૅલિટિકા જોડે ગુનાહિત કાવતરાબાજી કરીને એ ડેટાનો ધંધાદારી ઉપયોગ કર્યો હોવાનું સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું હતું. 'thisisyourdigitallife' ઍપ માટે પ્રાપ્ત કરેલા ડેટાનો વપરાશ જવાબદારીપૂર્વક કરીને એનો નાશ કરવાની બાંયધરીનાં પ્રમાણપત્રો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં મેળવ્યાં હતાં. પરંતુ સીબીઆઇએ તપાસ કરતાં ડેટાનો નાશ કરવામાં ન આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution