દુનિયામાં કોરોનાના નવા ‘રહસ્યમય વેરિઅન્ટ લેમડા’ના કેસોમાં ચિંતાજનક વધારો

દિલ્હી-ે

અમેરિકન દેશ પેરૂથી કોરોના વાયરસનો વધુ એક ઘાતક વેરિઅન્ટ લેમડા ખૂબ જ ઝડપથી દુનિયામાં ફેલાવાનું શરૂ થઇ ગયું છે. અત્યાર સુધીમાં ૨૭ દેશોમાં આ વેરિઅન્ટના મામલામાં સામે આવી ચૂકયા છે. આ કોરોના વેરિઅન્ટમાં ‘અસામાન્ય રીતનું’ મ્યુટેશન છે તેનાથી વિશ્વ સ્વાસ્થય સંગઠનનું ધ્યાન તે તરફ ગયું છે અને દનિયાભરના વૈજ્ઞાનિકોનું ટેન્શન વધી ગયું છે. આ બધાની વચ્ચે અમેરિકાએ કહ્યું કે દેશમાં કોરોનાથી થઇ રહેલા મોતોમાં ૯૯ ટકા એવા લોકો છે જેમણે રસી લીધી નથી.

બ્રિટનના અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કોરોના લેમ્ડા વેરિઅન્ટમાં અસામાન્ય મ્યુટેશન જાેવા મળ્યા છે. આ વેરિએન્ટને શરૂઆતમાં ઝ્ર.૩૭ નામ આપ્યું હતું. બ્રિટનમાં પણ આ વેરિઅન્ટના ૬ કેસ સામે આવી ચૂકયા છે. પેરૂના મોલેક્યુલર બાયોલોજી ડૉકટર પાબલો ત્સૂકયામાએ કહ્યું કે ડિસેમ્બર મહિનામાં જ્યારે આ વેરિઅન્ટ પર સૌથી પહેલાં ડૉકટર્સનું ધ્યાન ગયું હતું એ સમયે આ ૨૦૦માંથી માત્ર એક નમૂનો રહેતો હતો.

પાબલોએ કહ્યું કે જાે કે માર્ચ મહિના સુધી લીમામાં આવનાર કુલ નમૂનાઓમાંથી ૫૦ ટકા સુધી પહોંચી ગયા અને જૂનમાં આ કુલ નમૂનાઓના ૮૦ ટકા થઇ ગયા છે. તેના પરથી ખબર પડી કે કોરોના વાયરસના અન્ય વેરિઅન્ટની તુલનામાં તેનાથી સંક્રમણ દર ઘણો વધુ છે. અખબારે ઉૐર્ંના હવાલે કહ્યું કે પેરૂમાં મે અને જૂન મહિનામાં ૮૨% લોકો કોરોનાના નવા કેસ લેમડા વેરિઅન્ટના છે. એટલું જ નહીં આ વેરિઅન્ટમાં મોતનો દર સૌથી વધુ છે.

પેરૂમાં લેમડા વેરિઅન્ટના કહેરથી પાડોશી ચિલી પણ બચ્યું નથી. ત્યાં પણ એક તૃત્યાંશ કેસ આ વેરિઅન્ટના છે. જાે કે હજુ ઘણા નિષ્ણાતો એ વાતથી સહમત નથી કે આ વેરિઅન્ટ અન્યની તુલનામાં વધુ આક્રમક છે. તેમણે કહ્યું કે આ વેરિઅન્ટના ઝડપી પ્રસાર પર રિસર્ચ થવું જાેઇએ. ભારતમાં પણ અત્યારે લેમડા વર્ઝનના ફેલાવાના કોઇ પુરાવા નથી. ભારતમાં અત્યારે ડેલ્ટા વેરિઅન્ટ સૌથી વધુ પ્રભાવિત કોરોના વેરિઅન્ટ છે.

આ બધાની વચ્ચે દુનિયામાં હજુ પણ કોરોના રસી મૂકાવવાથી કેટલાંય લોકો બચી રહ્યા છે. અમેરિકાના ટોચના સંક્રમક રોગ નિષ્ણાત ડૉકટર એન્થની ફાઉચીએ જાહેરાત કરી કે દેશમાં કોરોનાથી મોતને ભેટનાર ૯૯.૨ ટકા લોકો એવા છે જેમણે રસી લીધી નથી. તેમણે કહ્યું કે એ ખૂબ જ દુઃખદ છે કે તેમાંથી મોટાભાગના લોકોના જીવ બચી શકતા હતા. તેમણે કહ્યું કે કેટલાંય એવા અમેરિકન છે કે રસી લગાવાના વૈચારિક સ્તરનો વિરોધ કરી રહ્યા છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution