ભારતમાં નવા 83,341 પોઝિટિવ કોરોનાના કેસઃ 1096ના મોત

દિલ્હી-


છેલ્લા ૨૪ કલાકમાં દર મિનિટે ૫૭થી વધારે નવા કેસ અને દર કલાકે ૪૫થી વધુના મોત


ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે ગતીથી ફેલાઈ રહ્ય્šં છે તે જાેઈને લાગી રહ્યું છે કે કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ દિવસોમાં બ્રાઝીલને પાછળ છોડીને ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દેશ બની જશે.

દેશમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે અત્યારે દર એક મિનિટમાં કોરોનાના ૫૭ થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે જ્યારે દર એક કલાકે ૪૫થી વધારે લોકો પોતાના અંતિમ શ્વાસ ભરી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૩૩૪૧ કેસ નોંધાતા સંક્રમિતોનો કુલ આંકડો ૩૯૩૬૭૪૭ સુધી પહોંચી ગયો છે.

જાેકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૬૬૫૯ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૩૦૩૭૧૫૧ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯૬ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૮૪૭૨ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૮૩૧૧૨૪ એક્ટિવ કેસ છે.

ઈન્ડિયાન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલ સુધીમાં દેશમાં કુલ ૪,૬૬,૭૯,૧૪૫ નમૂનાનું પરીક્ષણ થયું છે. જેમાંથી ૧૧,૬૯,૭૬૫ સેમ્પલનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું જેમાંથી ૮૩,૩૪૧ કેસ પોઝિટિવ નીકળ્યાં. આ બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ પણ કહ્યું હતુ કે દેશમાં કોવિડ ૧૯ના કેસ શોધવા માટે બુધવારે રેકોર્ડ સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી. આ સાથે જ વિશ્વમાં દરરોજ સૌથી તપાસ કરનાર દેશોમાં ભારત પણ સામેલ છે. ગુરુવારે પણ વધુ પ્રમાણમાં સેમ્પલ ટેસ્ટિંગ હાથ ધરાયા હતાં.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૬૩૦૪૨૭૧ કેસ નોંધાઈ ચૂક્્યા છે. જેમાંથી ૮૬૮૭૨૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૭૫૧૨૪૧૦ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૯૨૩૧૩૫ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution