ફિનલેન્ડની શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શન ફરજિયાત વિષય

આજકાલ હું ફિનલેન્ડની એજ્યુકેશન સિસ્ટમ વિષે ભણી રહી છું તો મારા ભણવાનો એક વિષય હતો ‘ જીંેઙ્ઘઅ ર્ષ્ઠેહજીઙ્મર્ઙ્મજિ ૈહ હ્લૈહઙ્મટ્ઠહઙ્ઘ’. આ વિષયના અભ્યાસ દરમિયાન સતત મારા મગજમાં એ જ વિચાર ચાલુ હતો કે કાશ આ વિષય ભારતના ભણતરમાં પણ હોત તો!

આ વિષય અહીંના શિક્ષકો શિક્ષકની ડિગ્રી લીધા પછી ભણે છે. એટલે કે જે લોકો ને ર્ષ્ઠેહજીઙ્મર્ઙ્મિ બનવું હોય એ લોકો આ વિષયમાં જॅીષ્ઠૈટ્ઠઙ્મૈડટ્ઠંર્ૈહ કરે છે. ત્યારબાદ દરેક શાળામાં આવા ર્ષ્ઠેહજીઙ્મર્ઙ્મનિી સત્તાવાર કાયમી ધોરણે ભરતી થાય છે. આ તો જાણકારી પણ મુદ્દાની વાત તે ર્ષ્ઠેહજીઙ્મર્ઙ્મજિ દ્વારા થતું કામ છે.

ફિનલેન્ડમાં બાળકો હાઇસ્કૂલમાં આવે ત્યારથી તો મેટ્રિક પૂરું કરીને બહાર નિકળે ત્યાં સુધી દરેક વર્ષે એક ફરજીયાત વિષય શાળામાં ભણાવવામાં આવે પરંતુ તેની પરીક્ષા ન હોય. એ વિષયનું નામ છે ‘કારકિર્દી માર્ગદર્શન’. આ ઉપર દર્શાવેલ જॅીષ્ઠૈટ્ઠઙ્મૈડીઙ્ઘ ર્ષ્ઠેહજીઙ્મર્ઙ્મજિ આ વિષય શાળામાં ભણાવે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આગળ મેટ્રિક કરવું છે, કે વોકેશનલ શાળામાં અભ્યાસ કરવો છે, અને શું પસંદ કરવાથી શું ભવિષ્ય અને નોકરી આખી જિંદગી હશે એ બાબતે માહિતી આપે.

આ વિષયમાં ભણાવે એ શબ્દ થોડો અયોગ્ય છે. કારણે કે એ લોકોનું કામ બહુ અલગ છે. સૌથી પહેલા તો આખા ક્લાસને એક સાથે દરેક શક્ય કારકિર્દીઓ વિષે માહિતી આપે. ઘણા મહિનાઓ સુધી આવા આખા ક્લાસના વર્ગો ચાલે. એ પછી એમાંથી નાના નાના જૂથો પાડે બાળકોના રસ પ્રમાણે એટલે કે એક જૂથ એવા બાળકોનું કે જેને ગણિત ગમતું હોય, તો એક જૂથ એવા બાળકોનું કે જેને ભાષાઓમાં વધુ રસ હોય, એક જૂથ એવા બાળકોનું કે જેમને કલામાં વધુ રસ હોય, તો એક જૂથ સંગીતમાં રસવાળા બાળકોનું પણ હોઈ શકે. ત્યાર બાદ આવા નાના નાના જૂથોમાં એ ચોક્કસ વિષય વિષેની કારકિર્દીઓની શક્યતા વિષે વાત કરે અને તેમાં કેટલું ભણવું પડે, કઈ કઈ યુનિવર્સિટીઓ આ વિષયો ભણાવે છે, ક્યાં ક્યાં એન્ટ્રન્સ પરીક્ષા આવે, શું યોગ્યતાના માપદંડો (ીઙ્મૈખ્તૈહ્વૈઙ્મૈંઅ ષ્ઠિૈંીિૈટ્ઠ ) છે, એ ભણ્યા પછી કઈ કઈ કારકિર્દી બની શકે એ વિષે એકદમ વિસ્તૃત માહિતી આપવામાં આવે.

હું માનું છું ત્યાં સુધી આટલી માહિતીઓ મળવાથી બાળકો પોતાની કારકિર્દી વિષે ઘણા સ્પષ્ટ થઇ જતા હશે. પણ હજુ અહીં આ ર્ષ્ઠેહજીઙ્મર્ઙ્મિ નું કામ પૂરું નથી થયું. હવે પછીના જીજર્જૈહજ વ્યક્તિગત આવે. એટલે કે આ ર્ષ્ઠેહજીઙ્મર્ઙ્મિ દરેક વિદ્યાર્થીને તેની કારકિર્દી માટે વ્યક્તિગત રીતે મળે, માર્ગદર્શન આપે, જાે મૂંઝવણમાં હોય તો રસ્તો બતાવે અને ૨-૩ વિકલ્પો નક્કી કરે અને તે વિકલ્પો માટે કેટલા માર્ક્‌સની તૈયારી જાેશે એટલે એ રીતે મહેનત કરવા માર્ગદર્શન આપે. આવું થવાના કારણે બાળકોને પણ આગળનો રસ્તો સ્પષ્ટ દેખાય છે જે તેમને એ દિશામાં મહેનત કરવા પ્રોત્સાહિત કરે છે.

આ પછી દરેક બાળકને એક સેશન બાળક, માતા-પિતા અને ર્ષ્ઠેહજીઙ્મર્ઙ્મિ સાથે બેસી અને બાળકે નક્કી કરેલા વિકલ્પો વિષે પોતાના અભિપ્રાયો આપવા અને જરૂર પડે ચર્ચા કરી અને બાળકનો આગળનો કારકિર્દીનો માર્ગ એકદમ સ્પષ્ટ કરે છે.

કાશ, આપણે ત્યાં પણ આવી વ્યવસ્થા હોત તો કેટલું સારું હોત? આપણે ત્યાં કારકિર્દી માર્ગદર્શનના ઘણા ખાનગી સેમિનારો યોજાય છે પરંતુ તેમાં બાળકોને ચોક્કસ/ઈચ્છીત માહિતીઓ નથી મળતી. હું અંગત રીતે એવું માનું છું કે બાળક કોઈ પણ કારકિર્દી વિષે ભણવાનું પસંદ કરે એ પહેલા તેને પોતાનો અભ્યાસ પછીનો અંતિમ મુકામ ખ્યાલ હોવો જાેઈએ. એટલે કે આ ભણવાથી તેને કઈ નોકરી મળશે અને તે નોકરીમાં તેને શું કામ કરવાનું હશે તેવી માહિતીનો ખ્યાલ હોવો જ જાેઈએ તો જ તે બાળક ભવિષ્યમાં પોતાને અભ્યાસના આધારે મળેલ તે નોકરી પુરી નિષ્ઠાથી કરશે. જાે નોકરીની જાણકારી વગર પસંદ કરેલ વિષય ભણ્યા પછી જયારે નોકરી કરવા જશે ત્યારે તેને તે વિષય કંટાળાજનક લાગ્યો તો તે માણસ તે નોકરી નિષ્ઠાથી નહિ કરી શકે. એવા સમયે અભ્યાસ એ વિષયમાં કર્યો હોવાથી અણગમા સાથે પણ આખી જિંદગી મજૂરી કર્યા સિવાય કઈ રસ્તો જ નથી રહેતો. આવા કારણોસર જ કોઈ પણ કચેરીઓમાં જઈએ ત્યારે આપણને પુરી નિષ્ઠાથી કામ કરનાર લોકો બહુ ઓછા મળે છે . કોઈ પણ કામમાં જુસ્સો ત્યારે જ આવે કે તે રસનો વિષય હોય. ફિનલેન્ડમાં લોકો પોતાની નોકરી પ્રત્યે એટલે જ એટલા વફાદાર હશે કારણ કે તે તેમના રસનો વિષય જ હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution