આહારમાં કાળજી આરોગ્યની ચાવી

આપણા શાસ્ત્રમાં ખોરાકને પ્રાણની જીવાદોરી કહ્યો છે. શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે ખોરાક એક અગત્યનો ઘટક કહી શકાય. કારણકે,આપણે જે ખોરાક ખાઈએ છીએ તે દરેક ખોરાકના કેટલાક ઔષધીય ગુણો હોય છે.જે આરોગતા અને પાચન થયા બાદ તે આપણા શરીર સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી કરવામાં ખૂબ ઉપયોગી બનતા હોય છે. આથી જ તો કહેવાય છે કે કેટલું જમ્યું એ અગત્યનું નથી ,પણ કેવું જમ્યા તે અગત્યનું છે..!

આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવો, બપોરનું ભોજન નગરશેઠ જેવું અને રાત્રિનું ભોજન ભિખારી જેવું જમવું જાેઈએ! આપણી ગુજરાતી ભાષામાં સવારના નાસ્તાને શિરામણ કહેવામાં આવ્યું છે. આ શબ્દનો અર્થ સમજીએ તો પગથી લઈ અને માથાની શિખા સુધી પોષણ આપતો ખોરાક એવું કહી શકાય! આથી જ સવારના નાસ્તાને રાજાની જેમ કરવો જાેઈએ. આપણે બધા સવારે ચા, દૂધ કે કોફી સાથે કંઈને કંઈ નાસ્તો કરતા હોઈએ ત્યારે નાસ્તો ભરપેટ અને હેંિૈંર્ૈહજ દૃટ્ઠઙ્મેી વાળો કરવો જાેઈએ, ત્યારબાદ બપોરના ભોજનમાં રોજિંદા ભોજન સાથે થોડી મીઠાઈ કે ક્યારેક ફરસાણનો ઉપયોગ પણ કરી શકાય,પરંતુ રાત્રીનું ભોજન તો ખૂબ જ હળવું અને સૂક્ષ્મ જમવું જાેઈએ. કારણ કે રાત્રે જમ્યા પછી લગભગ બધા જ વ્યક્તિઓ આરામ કરવાનું પસંદ કરતા હોય છે. રાત્રિના ભોજન પછી કોઈ શારીરિક શ્રમ કરવાનો રહેતો નથી. આથી જાે ભારે ખોરાક જમવામાં આવે તો રાત્રિ દરમિયાન શરીરના પાચનતંત્ર ઉપર તેની માઠી અસર પડે છે.જેના કારણે શરીરમાં વિવિધ રોગો થવાની શક્યતાઓ વધી જાય છે.

ક્યા સમયે કેવો ખોરાક લેવો જાેઈએ એ પણ કાળજી રાખવા જેવી બાબત છે. સવારના નાસ્તામાં મેંદાનો ઉપયોગ ક્યારેય ન કરવો. શક્ય બને તો બાજરો અથવા ઘઉં જેવા અનાજનો ઉપયોગ કરી શકાય અને તેની સાથે હંમેશા દહીં અને માખણનો લેવાય તો એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. મધ્યાહનના સમયે જમવાની થાળીમાં લીલા શાકભાજી ઉપરાંત એકાદ કઠોળનો ઉપયોગ થાય તો તે ઉત્તમ ગણાય. આ ઉપરાંત બપોરના ભોજનમાં છાશ અને દહીં લેવું હિતાવહ છે. રાત્રિના ભોજનમાં ફરજિયાત દૂધ લેવું. આવું કરવાથી શરીરમાં ક્યારેય પણ કેલ્શિયમ, વિટામીન સી અને પ્રોટીન જેવા ઘટકોની ઉણપ થશે નહીં.

 આપણા આયુર્વેદમાં દરેક ખોરાક ખાવાનો અમુક સમય નિર્ધારિત કરવામાં આવેલો છે. જાે આપણે તેને યોગ્ય રીતે અમલમાં લઈએ તો શરીર ક્ષતિને પામતું નથી અને નિરોગી રહે છે. જેમ કે, આહાર નિયમનને લઈને એક ઉક્તિ પ્રચલિત છે કે મૂળો,મોગરી, અને દહીં, બપોર પછી ક્યારેય નહીં.. આ ત્રણ વસ્તુ બપોર પછી ક્યારે પણ જમવી ન જાેઈએ. એવી જ રીતે રાત્રિના ભોજનમાં ક્યારેય પણ છાશ કે વધારે પડતા લીંબુના રસનો ઉપયોગ ન કરવો જાેઈએ. આ ઉપરાંત રાત્રિના ભોજનમાં ઘઉં કે બાજરાને બદલે જુવાર કે જવ જેવા ધાન્યનો ઉપયોગ કરવો જાેઈએ.

સામાન્ય રીતે આપણે દરરોજના ભોજનમાં દાળ,ભાત, શાક,રોટલીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ દૈનિક ભોજનમાં વપરાતા રૂટીનના મસાલા જેવા કે હળદર,મરચું, ધાણાજીરું, મીઠું ,ગોળ અથવા ખાંડ વિગેરે. આ દરેક મસાલા પોતાનો ઔષધીય ગુણ ધરાવે છે. આપણને કદાચ જાણીને આશ્ચર્ય થશે,પરંતુ મરચાનો મૂળ સ્વભાવ મીઠાશનો છે. આથી યોગ્ય માત્રામાં મરચું ખાવામાં આવે તો શરીરના આંતરિક અવયવો સ્વસ્થ રહે છે. એવી જ રીતે હળદર એ ટ્ઠહંૈજીॅંૈષ્ઠ ગુણ ધરાવે છે. શરીરની બહાર અને અંદર થયેલા ઘાવને રૂઝાવવામાં મદદરૂપ બને છે. ધાણા અને જીરું આ બંનેનો સ્વભાવ શીત છે. આથી ખોરાકમાં સ્વાદ માટે ભેળવેલા ગરમ મસાલાની આડઅસર ન થાય તેના માટે ધાણાજીરૂ ખૂબ ઉપયોગી બની રહે છે. એવી જ રીતે આયોડિનયુક્ત મીઠું અને ખાંડ અથવા ગોળ હૃદયના ધબકારા અને રક્તચાપને યોગ્ય વહન માટે જરૂરી ઘટક છે. આ ઉપરાંત પણ રોજિંદા ખોરાકની બનાવટમાં કેટલા અને કયા મસાલાનો ઉપયોગ કરવો તે પણ ખૂબ અગત્યનું હોય છે. જેમ કે, ઉદાહરણ તરીકે જાેઈએ તો ભીંડાની બનાવટમાં લસણ અને જીરાનો ઉપયોગ કરવાથી ભીંડાને જમ્યા પછી એ પિતનાશી બનાવી દે છે. એવી જ રીતે ગુવાર,ચોળી અથવા બેસનની બનાવટોનું શાક બનાવવામાં અજમાનો ઉપયોગ કરવામાં આવે તો પાચનક્રિયા યોગ્ય રીતે થાય છે.

આપણે બધા ઝડપી જિંદગી જીવવામાં માનીએ છીએ અને આથી જ કદાચ સ્વાદની પાછળ સ્વાસ્થ્યને ગુમાવતા જઈએ છીએ. એલોપથી દવાના ગુલામ બનતા જઈએ છીએ. પરંતુ જાે આપણા ખોરાકનું યોગ્ય નિયમન થાય તો આપણે કોઈપણ જાતની દવાઓ લેવાની આવશ્યકતા જ ઊભી થતી નથી. આપણો આહાર એ જ આપણું ઉત્તમ ઔષધ બની રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution