ફ્રાન્સ
કાન્સ ઇઝ બેક! બેલા હેડિડ મોનોક્રોમ ગાઉનમાં પહેલી રેડ કાર્પેટ પર એનેટ પ્રીમિયર માં સાથે મેરીયન કોટિલેર્ડ, કેન્ડિસ સ્વાનપોલ, હેલેન મિરેન અને જેસિકા ચેસ્ટિન સાથે જોડાતાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર એન્ટ્રી થઇ હતી.
વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ પૈકીનો એક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આજથી શરૂ થઈ રહ્યો છે. ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. દર વર્ષે આ તહેવાર વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. તહેવાર દરમિયાન વિશ્વના ઘણા દેશોમાં બનેલી ફિલ્મ્સની સ્ક્રીનિંગ કરવામાં આવે છે.
આ વર્ષે ઉત્સવનું આયોજન ૬ જુલાઈથી ૧૭ જુલાઇ દરમિયાન કરવામાં આવી રહ્યું છે. કોરોના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગેની માહિતી જાન્યુઆરીમાં આપવામાં આવી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત વર્ષ ૧૯૩૯ માં કરવામાં આવી હતી, અને ત્યારથી તે વિશ્વના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ તરીકે ગણાય છે.
વિશ્વભરનાં ટોચના દિગ્દર્શકોની ફિલ્મ્સ પ્રદર્શિત થાય છે. વિશ્વના લગભગ દરેક દેશના ફિલ્મ સ્ટાર્સ આ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચે છે. દર વર્ષે તેનો રેડ કાર્પેટ લૂક હેડલાઇન્સમાં રહે છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ મહોત્સવમાં આ વખતે દેશ-વિદેશની ૨૪ ફિલ્મો દર્શાવવામાં આવશે.